• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Environment Ministers Conference At Narmada Tent City Two Days From Today, Chief Minister Bhupendra Patel And Union Minister Bhupendra Yadav Arrived, Narendra Modi Joined Virtually.

'એકતાનગર પર્યાવરણનું તિર્થ બન્યુ':નર્મદા ટેન્ટસિટી ખાતે આજથી બે દિવસ પર્યાવરણમંત્રીઓની કોન્ફરન્સ; લક્ષ્ય નક્કી હશે તો, પર્યાવરણનો વિકાસ જલદી થશે: PM મોદી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેવડિયા ટેન્ટ સીટી ખાતે આજથી બે દિવસ તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના એકતાનગર ખાતે આયોજીત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે તેઓએ સભાને સંબોધિત પણ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.

નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સભાને સંભોધતા જણાવ્યું કે, પર્યાવરણ વિભાગે જાગૃતી લાવવા માટે અલગ અલગ યોજનાઓ બનાવવી પડશે. તે માટે શીક્ષણ વિભાગ અને પર્યાવરણ વિભાગે સાથે રહી કામ કરવું આવશ્યક છે. જેથી આવનારી પેઠીને પર્યાવરણના મહત્વ વિશે સમજાવી શકાશે. વિદ્યાર્થીઓમાં પર્યાવરણને લઈને જાગૃત્તા આવે તે માટે જરૂરી યોજનાઓ બનાવવી પડશે. જેમાં વૃક્ષોના પ્રકાર વિશે લેખિત સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધા રાખવી જોઈએ. જેથી આવનારી પેઠીને પર્યાવરણના મહત્વ વિશે સમજાવી શકાશે.

તમામ રાજયના પર્યાવરણ મંત્રાલયે બાયો ફ્યુઅલ પોલીસી તરફ આગળ વધવા ની છે, જો રાજયો નકકી કરે જેટલા વ્હિકલ તેમા વધુ બાયો ફ્યુઅલ બલેન્ડીંગ કરી ચલાવીશું. હાલમાં ઇથોનોલ બ્લેનેડીંગ નવા રેકર્ડ ભારત બનાવી રહ્યું છે. જો રાજયો તેમાં જો઼ડાય અને રાજયો માં બ્લેન્ગડીંગ અંગે સ્પર્ધા થાય, જેનાથી કિસાનોને મદદ મળશે.,ખેતનો વેસ્ટમાંથી આવક આપશે. આ તંદુરસ્ત હરિફાઇ વધારવાની છે.

એકતાનગરમાં સરદાર સરોવરનું શિલાન્યાસ દેશની આઝાદી વખતે બનાવવામાં આવ્યું હતું. આ ડેમને બનાવવા માટે સરદાર પટેલે મહત્વની ભુમિકા ભજવી હતી. તેનું શિલાન્યાસ જવાહરલાલ નહેરુંએ કર્યુ હતું, પરંતુ તેના કામને કેટલાક અર્બન નક્સલીઓએ તેને રોકી રાખ્યું હતું. ઘણી એવી યોજનાઓ પણ છે જેની જાહેરાત નહેરૂ સરકારે કરી હતી પરંતુ તે યોજનાઓની શરૂઆત અમારી સરકારમાં થઈ.

સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે આ પરિષદ બોલાવવામાં આવી રહી છે. જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, લાઇફ-પર્યાવરણ માટે જીવનશૈલી જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃસ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે.

તા.23 અને તા.24મી સપ્ટેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં છ વિષયવાર સત્રો હશે. જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એકટીગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ બનાવવા માટે પરિષદ યોજાવાની છે.

અન્ય સમાચારો પણ છે...