હથિયારબંધીનો હુકમ:તહેવારોને અનુલક્ષી તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ, નીતિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામું તા. 1લી ઓગષ્ટ, 2022થી તા. 31મી ડિસેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે
  • શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી જવા સાધનો સાથે લઈ જવા નહિ
  • પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ

નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડીયા કોલોની) ખાતે અવાર-નવાર વી.આઈ.પી. ઓના પ્રવાસ કાર્યક્રમો યોજાતા હોય છે તથા આગામી સમયમાં વિવિધ તહેવારની ઉજવણી થવાની છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂહે એક જાહેરનામા દ્વારા તા. 1લી ઓગષ્ટ, 2022થી તા. 31મી ડિસેમ્બર, 2022 દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધીનો હુકમ ફરમાવી સૂરૂચિ-નીતિનો ભંગ થાય તેવા કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તેમણે જણાવ્યું છે કે ઉક્ત સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી. પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહિ, એકઠા કરવા નહિ અથવા તૈયાર કરવા નહિં. મનુષ્યોક અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહિ, અશ્લિલ ગીતો ગાવા નહિ અથવા ટોળામાં ફરવું નહિ. જેનાથી સુરૂચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કરવા નહિ અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્લે કાર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવી નહિ, બતાવવી નહિ, તેનો ફેલાવો કરવો નહિ. જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 (1) મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...