શિક્ષણનું સ્તર સુધર્યું:નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધર્યું પરિણામોમાં સરેરાશ 8.81 %નો વધારો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ -10 તથા 12ના પરિણામોની ટકાવારીમાં વર્ષ 2020ની સરખામણીએ વધારો નોંધાયો છે
  • રાજ્ય શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ પણ વધ્યાં

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12ના પરિણામની ટકાવારીમાં સુધારો આવ્યો છે. 2020ની સરખામણીમાં 2022માં બોર્ડ પરીક્ષામાં ઉર્તિણ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

નર્મદા જિલ્લામાં હવે ધીમે ધીમે શિક્ષણનું સ્તર સુધરી રહયું છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સીયલ ઇન્કલુઝન અને માળખાગત સુવિધા વગેરે જેવા ક્ષેત્રોમાં નર્મદા જિલ્લો આગેકુચ કરી રહયો છે. કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શિક્ષણના ક્ષેત્ર પર ભાર મુકવામાં આવ્યો છે.

તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં નોંધાયેલા કુલ-726 વિદ્યાર્થીઓ પૈકી 384 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા નર્મદા જિલ્લાનું 52.89 ટકા પરિણામ આવ્યું છે. વર્ષ 2020 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા 36.80 ટકા પરિણામની સરખામણીમાં માર્ચ-2022 ના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 16.09 ટકાનો વધારો નોંધાયો છે.

તેવી જ રીતે ધોરણ --12 . સામાન્ય પ્રવાહની માર્ચ-2022 ની પરીક્ષામાં નોંધાયેલા કુલ-2,725 વિદ્યાર્થીઓ પૈકી 2,182 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતાં જિલ્લાનું પરિણામ 80.7 ટકા આવ્યું છે. 2020માં નોંધાયેલ 71.13 ટકાની સરખામણીમાં ચાલુ વર્ષે માર્ચ-2022માં 08.94 ટકાનો વધારો નોંધાયો છે. ધોરણ-10 S.S.C.ની માર્ચ-2022ની પરીક્ષામાં કુલ નોંધાયેલા 7,231 વિદ્યાર્થી પૈકી 4,513 વિદ્યાર્થી ઉત્તિર્ણ થતાં જિલ્લાનું પરિણામ 62.41 ટકા આવ્યું છે. 2020ની સરખામણીએ ધોરણ 10ના પરિણામમાં 1.4 ટકાનો વધારો થયો છે.

શિક્ષકો અને સ્ટાફની મહેનત હવે દેખાઇ રહી છે
નેશનલ એચિવમેન્ટ સર્વે 2021માં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. કોરોના જેવા સમયગાળામાં શાળાના શિક્ષકો દ્વારા સતત ઓનલાઈન એજ્યુકેશન, માઈક્રોસોફ્ટ ટીમ, ગુગલમીટ, જી-શાળા જેવી એપ્લીકેશન તેમજ ફળીયા શિક્ષણ દ્વારા શિક્ષણ પુરુ પાડવામાં આવ્યું હતું. આ બધા પરિબળોના કારણે શિક્ષણની ગુણવત્તા સુધરી રહી છે. ખાસ કરીને બોર્ડના પરિણામોની ટકાવારી વધી છે. > જયેશ પટેલ, ડીઇઓ, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...