મોટી દુર્ઘટનાનો સ્થનિકોમાં ભય:નર્મદાના 10 જેટલા ગામોમાં 15 દિવસથી ભૂકંપની ઘટના; લોકો ઘર મૂકી સ્થળાંતર કરવા મજબૂર બન્યાં

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના બોરીદ્રા નાની મોટી ચીખલીથી મોવી સુધીના 10 જેટલા ગામોમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ધરતીના પેટાળમાં ધડાકા થતા હોય ધરતી ધ્રૂજતી અને ગામના મકાનો પણ હલવા લાગે છે. લોકો ભયભીત બનીને ઘરની બહાર નીકળી જાય છે. જેથી આ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટના અંગે તપાસ કરવા માગ કરી છે. આ 10 જેટલા ગામોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડશે એ બાબતે પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ
આ ઘટના અંગે આમું સંઘઠનના પ્રમુખ અને પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ પણ મામલતદાર નાંદોદ અને પોલીસ સ્ટેશનમાં ડિઝાસ્ટર શાખામાં જાણ કરી તપાસ કરવા માંગ કરી છે. જો તંત્ર આ ઘટના શા માટે બન્ને છે અને ધરતીના પેટાળમાં હલન ચલન શા માટે થાઇ છે તે તપાસનો વિષય બન્યો છે. જો જલ્દી તંત્રએ પગલાં નહિ ભર્યા તો મોટી જાનહાની કે દુર્ઘટના થઇ શકે એવી સંભાવનાઓ રહેલી છે, તેવું સ્થનિકોએ જણાવ્યું હતું.

રોજ સવારે 5 વાગે આવા ઝટકા આવે છેઃ વસંત વસાવા
બોરીદ્રા ગામના રહીશ​​​​​​​ વસંત વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે, અમારા બોરીદ્રા ગામમાં છેલ્લા 10થી 15 દિવસથી રોજ ભૂકંપના આંચકા જેવું ધરતીના પેટાળમાં ઝટકા આવે છે. આખી ધરતી ધ્રુજવા માંડતી હોય અને ઘરો પણ હલવા લાગે છે. જેથી આખું ગામ ઘરોની બહાર નીકળી જાય છે. રોજ સવારે 5 વાગે આવા ઝટકા આવે છે અને ધરતીના પેટાળમાં કઈક થઇ રહ્યું છે એ વાત ચોક્કસ છે. અમે બધા ગામના લોકો ગભરાઈ ગયા છે. આ બાબત્ આજુબાજુમાં ગામોમાં નાની મોટી ચીખલી અને મોવી સુધી પૂછ્યું તમામ જગ્યાએ આવું થાય છે. એટલે તંત્રને જાણ કરી કોઈ સારું મશીન લાવી ભૂગર્ભમાં તપાસ કરો નહીતો અમારે ઘર મૂકી સ્થળાંતર કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...