વિવાદ:ડેડિયાપાડામાં ભાજપમાં ડખો સામૂહિક રાજીનામાની ચીમકી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ બીટીપીના મહેશ વસાવાને ટિકિટ આપે તેવી અટકળો

નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકને લઇ ભાજપમાં ડખો થયો છે. આ બેઠક પરથી ભાજપ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવાને ટિકિટ આપવાની વાત વહેતી થતાં ભાજપના પાયાના કાર્યકરો નારાજ થયાં છે. નારાજ આગેવાનો રાજપીપળા ખાતે પહોંચ્યાં હતાં અને ત્યાં ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કરી જિલ્લા પ્રમુખને રજુઆત કરી હતી.પહેલા તબકકાની ચુંટણી માટે ભાજપે તેના 160 ઉમેદવારો જાહેર કરી દીધાં છે. 22 બેઠકો પર હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં નથી જેમાં નર્મદાની એક બેઠક ડેડિયાપાડાનો પણ સમાવેશ થવા જાય છે.

આ બેઠક પરથી ભાજપ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અથવા જિલ્લા પ્રભારી મહેશ વસાવાને ટીકીટ આપવાની હોવાની વાત વહેતી થતાં ભાજપના પાયાના કાર્યકરો નારાજ થયાં છે. ડેડિયાપાડાના ભાજપના આગેવાનો રાજેશ વસાવા, સોનજી વસાવા, શંકર વસાવા સહિતના કાર્યકરો રાજપીપળા ખાતે પહોંચ્યાં હતાં. તેમણે ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. તેમણે જિલ્લા પ્રમુખને ઉગ્ર રજુઆત કરી હતી. આગેવાનો અને કાર્યકરોએ કહયું કે જો ડેડિયાપાડા બેઠક પરથી આયાતી ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે તો તેઓ સામુહિક રાજીનામા આપી દેશે.

કાર્યકરોની રજૂઆત પ્રદેશમાં પહોંચાડીશું
ડેડિયાપાડા બેઠક પરથી બીટીપીના મહેશ વસાવાને ભાજપ ટિકિટ આપશે તેવી વાત મારી પાસે આવી નથી. આ બાબતની કોઈ ચર્ચા મારા ધ્યાનમાં નથી અને પ્રદેશ કક્ષાએથી પણ આવી નથી. અમે અમારા સ્તરેથી પ્રદેશમાં રજૂઆત કરીશું. - ઘનશ્યામ પટેલ, પ્રમુખ, નર્મદા ભાજપ

અન્ય સમાચારો પણ છે...