ગ્રામજનોમાં રોષની લાગણી:ગ્રામ પંચાયતના કર્મચારીની આત્મહત્યા મામલે ડેડિયાપાડાના સંપૂર્ણ બજારો બંધ રહ્યા

નર્મદા (રાજપીપળા)13 દિવસ પહેલા

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે પંચાયતના કર્મચારીને BTP પાર્ટી દ્વારા ગામમાં લગાવેલ ઝંડાઓ ઉતારી લેવા દબાણ કરનાર પંચાયત સરપંચના પતિ દીવાલ શેઠ સહિત તેના પુત્ર નર્મદા જીલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા સામે મૃતકની પત્નીએ આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે પોલીસે સરપંચની ફરિયાદ નોંધી ભારતિય ટ્રાઈબલ પાર્ટીના આગેવાન ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે આ વિસ્તારમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.

પંચાયત કર્મચારીની આત્મહત્યાનાં કારણે લોકોમાં રોષ
મૃતકની પત્ની ગીરજાબેન વસાવા પોતાના પતિના મોત માટે હિતેશ વસાવા સહિત તેમના પિતા દીવાલ શેઠને જવાબદાર ગણાવી રહ્યા હતા. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરતી ન હોય આદિવાસીઓએ પોલીસ મથકમાં અડિંગો જમાવ્યો હતો. જેથી પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. દેડીયાપાડા પોલીસે દિવાલ શેઠ સહિત તેના પુત્ર હિતેશ વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનામાં પંચાયત કર્મચારીની આત્મહત્યાનાં કારણે લોકોમાં રોષ ફેલાતા આજરોજ ડેડીયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું હોય જેમાં બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...