હર્ષ સંઘવી રાજપીપળાની મુલાકાતે:ડો.રવિ વસાવાએ કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો; નર્મદાની બંને બેઠકો કબ્જો કરવા હોદ્દેદારોને હાકલ

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્પેશિયલ હેલિકોપટર મારફતે વડોદરા, કરજણ બાદ સીધા નાંદોદ વિધાનસભા બેઠક પરના ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપી નાંદોદ-ડેડીયાપાડા બેઠકોના હોદ્દેદારોને બંને સીટો પર જંગી બહુમતીથી જીતે તે માટે કામે લાગી જવા હાકલ કરી હતી. આ સાથે કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવાના જમાઈ ડો.રવિ વસાવા પોતાના 8થી 10 કાર્યકરો સાથે હર્ષ સંઘવીના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આગામી દિવસોમાં 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે એવો વિશ્વાસ આપ્યો હતો.

ભાજપના વોટ જો હર્ષદ વસાવા ખેંચી જાય તો કોંગ્રેસને સીધો ફાયદો
નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા મહિલા આગેવાન ડો.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપતા તેનાથી નારાજ ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેની સીધી અસર ભાજપને પડી શકે છે અને ભાજપના વોટ જો હર્ષદ વસાવા ખેંચી જાય તો કોંગ્રેસને સીધો ફાયદો થાય તેમ છે. એ માટે નાંદોદ વિધાનસભામાં થઈ રહેલા ડેમેજ કંટ્રોલને અટકાવવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજપીપળા આવી પહોંચ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. હર્ષ સંઘવીએ નાંદોદ અને ડેડીયાપાડા બેઠકોના હોદ્દેદારોને બંને સીટો પર જંગી બહુમતીથી જીતે તે માટે કામે લાગી જવા એવી ટકોર કરી હતી.

હર્ષ સંઘવી કાર્યકરોની મુલાકાત માટે પાર્ટી કાર્યાલય પહોંચ્યા
આ બાબતે નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનસ્યમ પટેલે જણાવ્યું હતું કે, નાંદોદ વિધાન સભામાં ડેમેજ કંટ્રોલ જેવું કંઈ નથી. હર્ષ સંઘવી કાર્યકરોની મુલાકાત માટે પાર્ટી કાર્યાલય ખાતે આવ્યા હતા. કાર્યકરો અને હોદેદારોને મળ્યા બાદ ત્યાંથી સીધા હેલિકોપટર મારફતે પરત રવાના થયા હતા. અમે નર્મદા જિલ્લાની બંને બેઠકો જીતવાના છે, એમાં કઈ બે મત નથી. કાર્યકરો બધા એક જૂથ થઈને ચૂંટણી લડશે અને બહુમતીથી ચૂંટણી જીતશે.

પી.ડી.વસાવાના જમાઈ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવાની ટિકિટ કપાતા કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવાના જમાઈ ડો.રવિ વસાવા પોતાના 8થી 10 કાર્યકરો સાથે હર્ષ સંઘવીના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આગામી દિવસોમાં 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે એવો વિશ્વાસ આપ્યો હતો.

ભાજપ બંને સિટો પર જંગી બહુમતીથી જીતશેઃ ઘનશામ પટેલ
આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશામ પટેલે જણાવ્યું હતું કે, ડો.રવિ વસાવા બહુ મજબૂત કાર્યકર છે અને કોંગ્રેસના કાર્યકરને સંગઠનમાં પણ માહિર છે. તેઓ આજે 8થી 10 ઉમેદવારો સાથે ભાજપમાં જોડાયા છે અને આગામી દિવસોમાં એમની સાથે મોટી સંખ્યામાં 500 કાર્યકરો જોડાશે. વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ 148-નાંદોદ, 149-દેડિયાપાડા બંને સિટો પર જંગી બહુમતીથી જીતશે.

અન્ય સમાચારો પણ છે...