આંદોલન:શીરામાં 38 દિવસથી વિસ્થાપિતોનાં ધરણાં

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ડેમમાં જમીનો ગુમાવી બેઘર બનેલાં પરિવારોનું સુવિધાઓ તેમજ હકો મેળવવા આંદોલન

નર્મદા ડેમમાં જમીન ગુમાવનારા અસરગ્રસ્તો વર્ષોથી લડત ચલાવી રહયાં છે. જમીનો ગુમાવી દેનારા આદિવાસીઓને વસાહતો બનાવી સ્થાયી કરાયાં પણ સુવિધાઓના અભાવે આજે પણ તેમને આંદોલન કરવાની ફરજ પડી રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા જમીનનો ભોગ આપનાર આદિવાસીઓ તેઓની પડતર માંગણીઓને લઈને 38 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. છોટાઉદેપુર, વડોદરા, નર્મદા કુલ મળી ત્રણ જિલ્લાની 236 જેટલી નર્મદા અસરગ્રસ્તોની વસાહતો આવેલી છે. હાલ તિલકવાડાના શીરા ગામે નવી વસાહત ખાતે તેવો છેલ્લા 38 દિવસથી હડતાળ પર બેઠા છે, તેઓની મુખ્ય માંગ છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના નર્મદા ડેમના અસરગ્રસ્તોની એક જ પોલીસી રાખવી અને સમાન હક આપવામાં આવે તેવી છે.

ચૂંટણી ટાણે નેતાઓ ગામેગામ મત મંગાવા દોડી રહ્યા છે ત્યારે આ અસરગ્રસ્તોને મળવા સુદ્ધાં કોઈ નેતા ફરક્યા નથી અને આશ્વાસન નથી આપ્યું કે તેમની માંગણી તેઓ હલ કરશે જોઈએ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના બાંધકામ સમયે અનેક પરિવારોની જમીનો ડુબાણમાં ગઇ હતી. આ જમીનો ગુમાવનારા પરિવારોને વિવિધ સ્થળોએ વસાહતો બનાવીને રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વસાહતોમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાથી લોકો ભારે હાડમારીઓ વચ્ચે જીવન વ્યથિત કરી રહયાં છે. તિલકવાડાના શીરા ગામમાં નર્મદા ડેમના અસરગ્રસ્તો 38 દિવસથી ધરણા પર બેઠા હોવા છતાં વહીવટી તંત્ર તથા રાજકીય પક્ષો તરફની તેમની મુલાકાત પણ લેવામાં આવી ન હોવાના કારણે વિસ્થાપિત પરિવારોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...