ચિંતન શિબિર:WHOએ કોરોનાથી મોતના ભારતના જાહેર કરેલા આંકડા મુદ્દે કેવડિયામાં ચર્ચા

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOU પાસે આયોજિત સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં આરોગ્યલક્ષી કામગીરીનો મંત્રીએ ચિતાર આપ્યો

WHOએ ભારતમાં કોરોનાના કારણે 47 લાખ લોકોના મોત થયા હોવાના જે આંકડા જાહેર કર્યા છે. જેની સામે ભારત સરકારે 5.24 લાખ લોકોના કોરોનાનાં કારણે મૃત્યુ થયા હોવાના આંકડા જાહેર કર્યા હતા. આ બાબતને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેવડિયા ખાતે આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સ્વાસ્થ્ય મંત્રીઓએ આ મુદ્દા લઈને ચર્ચાઓ કરી હતી.

શિબિરના બીજા દિવસે બીજા દિવસે બેસ્ટ પ્રેક્ટીસ સેશનમાં જણાવ્યું કે, મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત મુહિમના પરિણામે દ્રષ્ટિ ખામીને મહદ્અંશે દૂર કરવાનો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની14 મી બેઠક અંતર્ગત ત્રિદિવસીય સ્વાસ્થય ચિંતન શિબિરના બીજા દિવસે બેસ્ટ પ્રેક્ટીસ સેશનમાં જણાવ્યું કે, મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત મુહિમના પરિણામે દ્રષ્ટિ ખામીને મહદ્અંશે દૂર કરવાનો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 10 વર્ષમાં 73 લાખ જેટલા મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે પણ 10 લાખ જેટલા મોતીયાના ઓપરેશન સફળતાપૂર્વક કરીને ગુજરાતે અંધત્વમુક્ત ગુજરાત માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે તેમ આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઇ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા નગર - કેવડિયા ખાતે 14 મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકરૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ચિંતન શિબિર-2022 આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં સૌના સ્વાગત, પરિચય વિધિ બાદ જુદા જુદા રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીના પ્રેઝન્ટેશન ૨જૂ થયા હતા. સમી સાંજે ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિની ઝાંખી ગુજરાત ગાથા, કચ્છી ગરબો, નર્મદા અષ્ટકમ, આદિવાસી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મંત્રી ઓ અને મહાનુભાવોની દાદ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...