નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂકા આંબા ગામે થયેલા ઝગડામાં અપશબ્દો બોલી યુવકને ધક્કો માર્યો હતો. જેમાં યુવક RCC રોડ ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હોવાની ઘટના બની હતી. જે ઘટનાંમાં આરોપીને ગણતરીના કલાકોમાં ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું
પ્રાપ્ત વિગત અનુસાર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂકા આંબા ગામે આ કામે મરણ જનાર ફુલસિંગ વસાવા ઘરના આંગણામાંથી પસાર થતા હતા. જે દરમિયાન આ કામના આરોપી નરપત મગનભાઈ વસાવાનાઓ ફુલસિંગ વસાવાને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ફુલસિંગ વસાવ એ ગાળો બોલવાની ના કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફુલસિંગ વસાવાને થપ્પડ મારી છાતીના ભાગે ધક્કો મારતા RCC રોડ ઉપર પડ્યો હતો. મરણ જનાર ફુલસિંગ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હોવાની ઘટના બની હતી.
ડેડીયાપાડા પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરી
જે ઘટના પગલે ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની તપાસ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના સી.ડી. પટેલ તથા ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોએ કરી હતી. જે દરમિયાન આ કામના આરોપી નરપત મગનનાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સદર ગુનાંના કામે અટકાયત કરવામાં આવી હતી. ડેડીયાપાડા પોલીસ મથકે લાવવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.