શેરડી પિલાણ:નર્મદાની ધારીખેડા સુગરમાં સીઝનમાં 10 લાખ ટન શેરડીના પિલાણની આશા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 180 થી 185 દિવસમાં શેરડી પિલાણનો લક્ષ્યાંક પુરો કરી દેવા માટે સંચાલકોની તૈયારી

રાજયભરની સુગર ફેકટરીઓમાં શેરડીના પિલાણની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે ચાલુ વર્ષે 10 લાખ ટન શેરડીના પિલાણ સાથે નવી સીઝનની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ નવા વર્ષના 2 નવેમ્બર નો રોજ શરૂ કાવામાં આવ્યો છે.બોઇલરનું 15 દિવસ પેહલા પ્રદીપન કરવામાં આવ્યું હતું.

ચાર મહિનાની નવી સીઝન માટે તૈયાર સુગર ફેક્ટરીના તમામ મશીનોની પૂજા કરવામાં આવી હતી. સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરેમન અજયસિંહ પરમાર, એમ.ડી. નરેન્દ્ર પટેલ, ડિરેક્ટર આઈ.સી.પટેલ સહીત સભ્યો અને મોટી સંખ્યામાં ખેડુતો, કર્મચારીઓની હાજરીમાં સુગર ફેક્ટરીને પીલાણ સીઝનની શરૂઆત કરવામાં આવી.

જેમાં ચાલુ વર્ષે સૌથી વધુ વિક્રમજનક 10 લાખ ટન શેરડી પીલાણના લક્ષ્યાંક સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. દૈનિક 8 લાખ મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણ 180 થી 185 દિવસમા પૂરો કરવામાં આવશે. નર્મદા સુગરમા ચાલુ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇ અને પોટાશ પણ બનાવશે આ વર્ષે 8 લાખ મેટ્રિક ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક છે.

સુગર ફેક્ટરીમાં જે ખેડૂતો શેરડી આપી છે તેનું વજન પણ ડિજિટલ દ્વારા એટલેકે ખેડૂત ના મોબાઈલ માં મેસેજ થી મળી જાય છે.બીજી બાજુ શેરડી પકવતા ખેડૂતો ને લોન પણ આપવામાં આવે છે જેથી ખેડૂત ને કોઈ બેંક નો સહારો લેવો ન પડે.

અન્ય સમાચારો પણ છે...