આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે નર્મદા જિલ્લાની બે દિકરીઓ માનસી અને ફલકે જિમ્નાસ્ટિકની રાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ મેળવી રમત ગમતના ક્ષેત્રમાં પોતાની ફલક વિસ્તારી છે. નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 8મી માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીયમહિલા દિવસની ઉજવણી પાછળના ઇતિહાસની ટૂંકમાં ચર્ચા કરીએ તો આ દિવસની ઉજવણીનું બીજ સૌપ્રથમ અમેરિકામાં વર્ષ-૧૯૦૮ માં રોપાયુ હતુ. ૧૫૦૦૦ થી વધુ મહિલાઓએ કામના કલાકો, પગાર અનેમતાધિકારની માગ સાથે ન્યૂયોર્ક સિટીમાં કૂચ કરી હતી.
આ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ 1909 માં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-1975 માંઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આ વર્ષની થીમ ડિઝિટ ઓલ: ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી છે. નર્મદા જિલ્લા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખાસ બની ગઈ છે કારણ કે, જિલ્લાની ગૌરવ સમી 22 વર્ષીય માનસી વસાવાને મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે રાષ્ટ્રીયકક્ષામાં સિનિયર ગૃપ કેટેગરીમાં ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
તેવી જ રીતે ફલક વસાવાએ પણ અંડર-14 ગ્રુપ કેટેગરીમાં સિલ્વર પદક જીત્યો છે. માનસીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જિલ્લા બાળ સુરક્ષા કચેરી મારફતે માનસીને પાલક માતા-પિતા યોજના અંતર્ગત માસિક રૂ. 3 હજાર ની સહાય મળી છે, રાજ્ય સરકાર દ્વારા પોતાની જવાબદારીઓ સુપુરે નિભાવવામાં આવી છે, પરંતુમાનસીની કંઈક કરવાની દ્રઢ સંકલ્પશક્તિ અને જુસ્સાએ માનસીને એક અલગ મુકામે લાવી પહોંચાડી છે.ઉપરાંત આ સ્પર્ધામાં યશ્વીપટેલ અને રિધ્ધી વસાવાએ પણ સિલ્વર પદક હાંસલ કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.