અચાનક વાતાવરણમાં પલટો:તિલકવાડાના દેવલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં માવઠું; કમૌસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર

નર્મદા (રાજપીપળા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે દિવસેને દિવસે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. આ દરમિયાન તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી તેમજ આસપાસના વિસ્તારોમાં કમૌસમી માવઠું થવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડીની ઋતુમાં વરસાદ વરસતા તાલુકામાં ચારે દિશામાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ખેડૂતોને પાક બગડવાનો ડર
ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. ધીમેધીમે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. તેવામાં અચાનક તિલકવાડા તાલુકાના દેવલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમૌસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ અને તુવેરના પાકનું વાવેતર કરવામાં આવેલું હોઈ અને અચાનક કમૌસમી માવઠું થતા ખેડૂતોને પાક બગડવાનો ડર સતાવી રહ્યો છે.

ખેડૂતોને સતાવતી નુકસાનની ભીતિ
હાલ ખેડૂતો ખેતરમાં કપાસ વીણવાની કામગીરી કરી રહ્યા છે. આ સમયે કપાસના પૂળા તેમજ જીંડવા બગડવાની તેમજ તુવેરના પાકમાં પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કમૌસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને તિલકવાડા તાલુકાના લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...