ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ:રાજપીપળાથી પોઇચા સુધીના મુખ્ય માર્ગની કામગીરી ઝડપથી થાય તેવી માગ; ધીમી કામગીરીથી લોકોના હાલ બેહાલ

નર્મદા (રાજપીપળા)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળાથી પોઇચા સુધીનો 14 કિમી લાંબો ફોરલેન રસ્તો બની રહ્યો છે. છેલ્લા 11 મહિનાઓથી બનતા આ રોડની ધીમી કામગીરીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા ડભોઇ જવાવાળા લોકો તિલકવાડા ફરીને જવા મજબૂર થયા છે. જેમાં ખાસ કામગીરી ચિતત્રાવાડીથી ભદામ સુધીના રસ્તાનું કામ ઝડપથી થઈ રહ્યું નથી. ભદામથી છેક પોઇચા સુધી કામગીરી થાય છે, પરંતુ ચિત્રાવાડીથી ભદામ સુધીના રોડનું કામ મંદગતિએ થઈ રહ્યું.છે. જેની પાછળનું કારણ જાણવા માર્ગ મકાન વિભાગમાં કેટલાક લોકોએ ફરિયાદ કરી અને રોડ બનાવતી એજન્સી સામે પણ લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા અને ઝડપી કામગીરી કરવા રજૂઆત કરી હતી.

બે ગામો વચ્ચે આવતા બે મોટા નાળા પણ બનાવવાના છે
એજન્સી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ચિત્રાવાડીથી ભદામ વચ્ચે રોડમાં જતી જમીનનું સંપાદન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેને કારણે આ બે ગામો વચ્ચે આવતા બે મોટા નાળા પણ હજુ બનાવવાના છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ફોરલેન માર્ગમાં આવનારા વૃક્ષ કટિંગ કરવાની કામગીરી કરવામાં આવે તો, ઝડપથી કામગીરી થાય તેવું જણાવામાં આવ્યું હતું.

રાજપીપળામાં ગાયત્રી મંદિર પાસે પણ વિવાદ
રાજપીપળામાં RCC રોડ પણ આ રોડનો એક ભાગ છે. ત્યારે રાજપીપળા ગાયત્રી મંદિર સામે કેટલા લોકોના ઘરો આ રસ્તામાં જાય છે. આ લોકો બેઘર બની જાય તેમ છે. એટલે એ રસ્તો પણ અધુરો છોડી દેવામાં આવ્યો છે. ત્યારે આ રસ્તાનો ઉકેલ પણ માર્ગ મકાન વિભાગ અને રાજપીપળા નગરપાલિકાએ સાથે મળીને ઉકેલવો જરૂરી બન્યો છે. બાકી હજુ આ રસ્તાની કામગીરી વિલંબિત થશે જે લોકોને ભગવવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...