રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે રાંધણ છઠ અને શીતળા સાતમનો મોટો તહેવાર છે, ત્યારે રાંધણછઠ્ઠના રોજ રસોઈ બનાવવા માટે સવારની સ્કૂલ રાખવા બાબતે શિક્ષક સંઘ અને શિક્ષણાધિકારી સામ સામે આવી ગયા છે. ત્યારે રાંધણ છઠના સવારની સ્કૂલ ના રાખતા મહિલા શિક્ષિકાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે
શીતળા સાતમ, રાંધણ છઠના તહેવાર નિમિતે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ દર વર્ષે સવારની રાખવામાં આવે છે અને સ્થાનિક રજા પણ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વાર સવારની સ્કૂલો કરવાની માંગણી કરવા છતાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ માંગણીને ફગાવી દીધી એટલે શિક્ષકો રોષે ભરાયા અને આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
આવું નારી સન્માન શું કામનું?-શિક્ષિકાઓ
શિક્ષકોનું કહેવું છે કે રાંધણછઠના દિવસે અમારે અવનવી વાનગી બનાવતા હોય એ દિવસ સવારની સ્કૂલ હોય તો બપોર પછી અમે રસોઈ બનાવીએ સરકાર નારી વંદનાની વાતો કરે છે. નારીના સન્માનની વાતો કરે છે. જોકે આવો નારીઓનો કામનો તહેવારમાં રજા આપવામાં આવતી નથી. તેનો મતલબ શું? એમ કહી મહિલા શિક્ષિકાઓ રોષ વ્યકત કરી રહી છે.
ઉચ્ચ અધિકારીઓના ઉપરવટ થઈને નિર્ણય ન બદલી શકાય- શિક્ષણાધિકારી
જોકે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું જે વાર્ષિક રજાનું આયોજન શિક્ષક સંઘના સભ્યોની હાજરીમાં નક્કી કરતા હોય છે. છતાં તેઓ આવા દિવસોમાં સવારની સ્કૂલોનું કહેતા નથી અને હવે વિરોધ કરે છે. તેમાંય મંજૂરી માંગતા પહેલ શિક્ષકો સવારની સ્કૂલોના લેટર ફરતા કરી દીધા અને પછી મંજૂરી માંગે એ કેમ ચલાવી લેવાયની વાત કરી હતી. જોકે એક અધિકારી તરીકે તે સાચા એમ છે તો શિક્ષકો પણ ખોટા નથી પરંતુ ઉચ્ચ અધિકારીના ઉપરવટ જઈને સંઘ દ્વારા કરવામાં આવેલ સવારની સ્કૂલનો નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.