દિલ્હી રાજ્યના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી સત્યેન્દ્ર જૈનના હસ્તે નર્મદા જિલ્લાના એકતાનગર એકતામોલ ખાતે ભારતી દિલ્હી એમ્પોરિયમ શોપને રીબીન કાપી દિપ પ્રાગટ્ય દ્વારા ઉદધાટન કરાયું હતું. જેમની સાથે NCT ઓફ દિલ્હીના ઇન્ડસ્ટ્રીઝના કમિશનર ભુપેશભાઈ ચૌધરી, એમ્પોરિયમના ચીફ મેનેજર એચ.કે.સિઘ, DSIIDC ના ચીફ એન્જીનીયરીંગ આર. એસ. અહલાવત વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. દિલ્હી રાજ્યના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી સત્યેન્દ્ર જૈને માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના એકતાનગર એકતામોલમાં ભારતી દિલ્હી એમ્પોરિયમનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે.
અહીં વિવિધ રાજ્યના એમ્પોરિયમ બનાવવા આવ્યાં છે, જેમાં દિલ્હીના હસ્તકલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને પ્રદર્શનના રૂપમાં તેનું વેચાણ થઈ શકે તેમજ તેનો લાભ દેશ વિદેશથી આવનાર પર્યટકો મુલાકાતીઓ સહજતાથી મેળવી શકશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ મંત્રી સત્યેન્દ્ર જૈને વ્યક્ત કર્યો હતો. અને એકતામોલની મુલાકાત લઈ ઉત્પાદન અને વેચાણ અંગેની જાત માહિતી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.