રાજપીપળા ક્રાઇમ ન્યૂઝ:ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂનો 55 હજારનો મુદ્દામાલ પકડ્યો; યુવાનોની બાઈકનો પ્રતાપનગર પાસે અકસ્માત: એક યુવાનનું મોત

નર્મદા (રાજપીપળા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોલીસે અંગ્રેજી દારૂનો રૂ. 55 હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો
નર્મદા જિલ્લામાં દરરોજ દારૂ અને જુગારના કેસ પોલીસ ચોપડે નોંધાય છે. તેમ છતાં આ ધંધો કેમ બંધ થતો નથી એ એક સવાલ છે. ત્યારે હાલમાં ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પકડી ત્રણ સામે ગુના નોંધ્યા છે.

મળતી વિગતો અનુસાર, ડેડીયાપાડા પોલીસે સગાઈ ગામ પાસેથી ભીમસિંગ વસાવાની પોતાના કબજાની ડિયો સ્કુટી ગાડી ઉપર ગે.કા. ઇંગ્લીશ દારૂ નંગ-125 જેની કુલ કિં.રૂ.12 હજાર 500 તથા એક હોન્ડા ડિયો સ્કુટી જેની આશરે કિં.રૂ. 25 હજાર તથા એક વાદળી કલરનો રેડમી નોટ 10 એસ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની આશરે કિં.રૂ.5 હજાર ગણી તમામ પ્રોહી મુદ્દામાલની કુલ કિં.રૂ.42 હજાર 500 જેટલાનો રાખી અટકાયત કરવામાં આવી છે. જ્યારે સાગબારા પોલીસે મોવી ગામ નજીકથી બજાજ કંપનની ડીસ્ક્વેર મોટરસાયકલના ચાલકને બીયરનાં ટીન જેની કિ.રૂ. 12 હજારના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસની નાકાબંધી જોઇને મુદ્દામાલ સ્થળ ઉપર નાખીને ભાગી જતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.

યુવાનોની બાઈકનો પ્રતાપનગર પાસે અકસ્માત
નર્મદા જિલ્લામાં હોળીના પર્વનું ખાસ મહત્વ ગણાય છે કેમકે આદિવાસી પરિવારો હોળીને દિવાળીની જેમ ગણતા હોવાથી આ પર્વમાં બહાર કામ ધંધો કરતા લોકો પણ પોતાના વતનમાં પરત આવી આ તહેવાર ઉજવે છે. ત્યારે બામલ્લા ગામથી રાજપીપળામાં હોળીના પર્વ માટે કપડાં લેવા આવેલા બે મિત્રોની બાઈકનો પ્રતાપનગર ગામના પેટ્રોલપંપ સામે અકસ્માત થયો હતો. જેમાં એક મોટરસાયકલ સવાર પૂરઝડપે ચલાવી લાવી ડીવાઇડર કુદાવી રાજપીપળા તરફથી આવતી એક બાઈકને ધડાકાભેર અથડાવી હતી. જ્યાં સંજય વસાવાને શરીરે નાની મોટી ઇજા કરી તેમજ KTM મો.સા.ની પાછળ બેસેલા શખ્સ હિતેશ વસાવાને ગંભીર ઇજા થતા સ્થળ ઉપર જ તેનું મોત નિપજયું હતું. તેમજ પોતાને બંને પગે ફ્રેકચર કરી ગુનો કરતા આમલેથા પોલીસે KTM બાઈકના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...