જુગારીઓ પોલીસના સંકજામાં:ડેડીયાપાડા પોલીસે દાભવન ગામેથી જુગાર રમતા 5 શખ્સને ઝડપી પાડ્યા, રૂ.72640 મુદ્દામાલ જપ્ત

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓની જાહેરાતો થયી ગઈ છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા અને અસામાજિક પ્રવુતિઓ પર રોક લગાવવાની સુચના અને માર્ગદર્શન વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ અને નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેંએ નર્મદા જિલ્લા પોલીસને આપતા સમગ્ર પોલીસ તંત્ર સાબદુ બન્યું છે. જે અંતર્ગત ડેડીયાપાડા પોલીસે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.72640 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સગબરા તાલુકાના પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી.પટેલ સહિતના સ્ટાફને બાતમી મળી કે, ડેડીયાપાડા વિસ્તારમાં દાભવન ગામની સીમમાં કેટલાંક જૂગરીઓ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી ડેડીયાપાડા પોલીરે ડ કરી હતી.

જુગાર રમતા પકડાયેલા શખ્સો

૧) અશ્વિન મંગુભાઇ તડવી રહે. પિપરવતી

૨) દેવજીભાઈ જાત્તરભાઈ વસાવા રહે. દાભવન

૩) પ્રકાશભાઈ ઓલીયાભાઈ વસાવા રહે. દાભવન

૪) સંજય સુરેશભાઈ તડવી રહે. દાભવન

૫) આશિષ અરવિંદ તડવી

આ તમામ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂપિયા 12640, મોટરસાયકલ નંગ 3 કિંમત 45000, મોબાઈલ કિંમત 15000 મળી કુલ રૂપિયા 72640 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ 12 હેઠલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...