આરોપીની ધરપકડ:દેડિયાપાડા પોલીસે પ્રોહીબિશનના બે ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના પ્રોહીબિશનના બે ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને દેડીયાપાડા પોલીસે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આગામી સમયમાં વિધાનસભા- 22ની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુસર નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. જે સૂચનાઓના અનુસંધાને ડીવાયએસપી ચિરાગ પટેલ તથા સીપીઆઈ આર.એસ.ડોડિયાએ સીધા માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા પોલીસ સ્ટાફના માણસોએ માંડવી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી અંકીત પારસીંગ રાજવાડીને માંગરોળથી પકડી કામગીરી આગળ વધારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંકિત રજવાડી વિરુદ્ધ પ્રોહિબિશનના માંડવી, માંગરોળ અને દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...