ગંગા દશેરા પર્વની ઉજવણી:માંગરોળ ગામે નર્મદા મૈયાને 1530 ફૂટ લાંબી ચુંદડી અર્પણ

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાંદોદ તાલુકાના માંગરોલ ગામે ગંગા દશેરા પર્વની ઉજવણી ના ભાગ રૂપે સમસ્ત માંગરોળ ગામના ગ્રામજનોએ 1530 ફુટ લાંબી સાડી (ચૂંદડી )નર્મદા મૈયાને અર્પણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમસ્ત માંગરોળ ગામનાગ્રામજનોએ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક 1530 ફૂટ લાંબી સાડી સુરતના પરિવાર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સાક્ષાત ગંગામૈયા બંને સાઇડે હાથમાં પકડી નાવડીઓ વડે એક છેડેથી બીજા છેડે લાઇ જઈ ને નર્મદા મૈયા ને સાડી ચઢાવવામાં આવી.

પહેલા વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સાડીને નર્મદા કિનારે લાવવામાં આવી જ્યાં નર્મદા મૈયાનું પૂજન- માંગરોળ ગામના ગ્રામજનોએ ભવ્ય ભાવના સાથે શોભાયાત્રા કાઢી પંદરસો અર્ચન કરી 1530 ફુટ લાંબીસાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હતી આરતી પૂજન કરી મૈયાની પૂજા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...