અકસ્માતે મૃત્યુ કે હત્યા?:તિલકવાડામાં દીપડાના પગના પંજા કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યો, વન વિભાગે પી.એમ. કરી તપાસ હાથ ધરી

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે દીપડાના મૃતદેહનો નદી કિનારે જ અગ્નિસંસ્કાર કર્યો

તિલકવાડા ખાતે આવેલ રેલવે બ્રિજ નીચેથી મૃત દીપડો મળી આવતાચકચાર મચી જવા પામી છે. આ મૃતદેહ ત્રણ ચાર દિવસ પહેલાનો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મૃત દીપડાના કોઈએ ચાર પગ કાપેલી હાલતમાં મળતા ક્યાં કારણસર મોત થયું છે તે તાપસનો વિષય બન્યો છે. દીપડાની લાશને ચાર પાંચ દિવસ થઇ ગયા હોવાથી લાશ ડી કંપોઝ થઈ ગઈ હતી. તેથી ડોકટર દ્વારા સ્થળ પર પી. એમ કરી નદી કિનારે જ મોડી રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

વન વિભાગ દ્વારા તપાસ ચાલુ કરી દેવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવાકે રિછ, દીપડા, આંધણી ચકાર, ઘુવડ, તેતર સહિત અનેક પ્રાણીઓ છે કે જેની પૂજા વિધિ કરીને તાંત્રિક વિદ્યા કરવામાં આવે છે. જેના લાખો રૂપિયા ભાવ બોલાય છે. આ દીપડાના નખ માટે જ પંજા કપાયા હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે દીપડાનું મોત ક્યાં કારણસર થયું છે કે કોઈએ હત્યા કરી છે કે અકસ્માત મોત થયું છે જેવા અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર બાબતની વન વિભાગ દ્વારા તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...