નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર અનેક પડકારો વચ્ચે ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ વિજેતા બનતાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે તેમની માતા મતગણતરી કેન્દ્ર ખાતે તેમની વિધિવત પૂજા કરી આરતી ઉતારતા ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
નર્મદા જિલ્લાની નાંદોદ અને 149 ડેડીયાપાડાબે બેઠકોની મતગણતરી ગુરૂવારના રોજ હાથ ધરવામાં આવી હતી. નાંદોદ બેઠક પર ભાજપના દર્શના દેશમુખનો 28 હજારની જંગી લીડથી વિજય થયો હતો. દર્શના દેશમુખ વિજેતા બન્યાં ત્યારે તેમના વિજય સરઘસ પહેલાં ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
તેમની માતા મત ગણતરીના સ્થળે આવ્યાં હતાં અને પોતાની ધારાસભ્ય પુત્રીની આરતી ઉતારી હતી. પુત્રીના વિજયમાં યોગદાન આપનારા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલના પણ તેમણે ઓવારણા લીધાં હતાં. નાંદોદ વિધાનસભા બેઠક પર દર્શના દેશમુખને ટિકિટ આપતાની સાથે ભાજપમાં બળવો થઇ ગયો હતો. ગુરૂવારના રોજ જાહેર થયેલાં પરિણામોમાં ભાજપના દર્શના દેશમુખનો વિજય થતાં ભાજપના કાર્યકરોએ વિજય સરઘસ કાઢયું હતું. રાજપીપળા શહેરમાં નીકળેલાં વિજય સરઘસમાં હજારોની સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો જોડાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.