હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ખાસ કરીને ડેડીયાપાડા, સાગબારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં ચિકદા, નાની બેડવાન, જેવા અનેક ગામોમાં ઠંડા પવન સાથે આકાશમાંથી બરફના કરા પડતા સ્થાનિકોએ આનંદ પણ ઉઠાવ્યો હતો. આ બરફના કરા ઉભા પાક માટે ભારે નુકસાની સમા હોવા છતાં કુદરત સામે કોનો બસ ચાલ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક જેવા કે કપાસ તુવેર, મકાઈ સાથે આંબાના મોર પણ ખરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
સરકાર દ્વારા આ કમોસમી વરસાદને લઈને કેટલી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને અનુસરીને ખેડૂતોએ ખેતરમાં કાપેલો પાક ઢાંકી દીધો અને પશુઓને આહારમાં ઉપયોગી એવો ઘાસચારો પણ તાડપતરી દ્વારા ખેડૂતોએ ઢાંકી દીધો હતો. કુદરતની આફત સામે પણ રક્ષણ કર્યું હતું. જ્યારે નર્મદાના સાગબારાના ઉમરપાડા ખૌટારામપુરામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.