આરોપીને 5 વર્ષની સજા:નર્મદામાં ગાંજા સાથે પકડાયેલા ઈસમને કોર્ટે કેદની સજા અને રૂ.50,000ના દંડની સજાનો હુકમ કર્યો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલેલા એન.ડી.પી.એસ. કેસમાં પકડાયેલા ઉકડીયાભાઈ મીરાભાઈ વસાવાને એન.ડી.પી.એસ. એકટની કલમ 8(બી), 20(એ) મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી હતી. નામદાર એડી.સેસન્સ જજ એન.એસ. સીદીકીનાએ ગુનેગાર ઠેરવી પાંચ(5) વર્ષની કેદની સજા અને રૂ.50,000/–ના દંડની સજાનો હુકમ કર્યો હતો

જેમાં મળતી વિગતો અનુસાર, ઉકડીયાભાઈ મીરાભાઈ વસાવા પોતાના ઘરના વાડામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાના જથ્થાનું વેચાણ કરતા હતા. સારું ગાંજાના ફુલ, નાના મોટા છોડનાં નંગ- ૮૧ મળી કુલ વજન ૧૯ કીલો ૪૨૦ ગ્રામ રૂ.૫૮,૨૬૦ ના મુદામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યો હતો.

જે કેસ ગુરુવારે રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરીયાદી તરફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહીલ હતા. ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ.એકટની કલમમાં ઉકડિયા વસાવાને ગુનેગાર ઠેરવી 5 વર્ષની કેદની સજા અને રૂ. 50.000/– નો દંડની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...