• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Continuous Release Of Water From Omkareshwar Dam Increased Water Revenue In Narmada Dam; Surface Reached 134.56 M; As Part Of Vigilance, Police Arrangements Were Made

કિનારાના ગામોને સાવચેત કરાયા:ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી; સપાટી 134.56 મીટરે પહોંચી; તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં કિનારાના ગામોમાં પોલીસ પેટ્રોલીંગ સહિત તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે નોંધનીય છે કે નર્મદા ડેમની જળ સપાટી 134.56 મીટરે નોંધાઈ છે.

અસરગ્રસ્ત ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયા
સાંજની સ્થિતિએ ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ આશરે 6.54 લાખ ક્યુસેક પાણીના જથ્થાંની આવક નર્મદા ડેમમાંથી સરેરાશ આશરે 5 (પાંચ) લાખ ક્યુસેક પાણી ઉપરાંત ભૂગર્ભ જળ વિદ્યુતમથકમાંથી​​​​​​​ 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ- 5.45 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીના ઇન્ફ્લો અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના આઉટફ્લોની પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા અસરગ્રસ્ત ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયાં હતાં.

તકેદારીના ભાગરૂપે​​​​​​​ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
​​​​​​​જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીગામોમાં પોલીસ પેટ્રોલીંગ સહિત તકેદારીના ભાગરૂપે​​​​​​​ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

5.45 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાયો
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.17મી ઓગસ્ટ, 2022ને બુધવારના રોજ 134.56 મીટરે નોંધાઈ છે. ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે હાલમાં 6.54 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે. નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યાં છે અને સરેરાશ આશરે 5 (પાંચ) લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. તેની સાથોસાથ ભૂગર્ભ જળવિદ્યુત મથકમાંથી વીજ ઉત્પાદન બાદ છોડાઈ રહેલા આશરે 45 હજાર ક્યુસેક પાણીના જથ્થા સહિત કુલ-5.45 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે.

બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી
​​​​​​​ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ​​​​​​​ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે પણ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...