સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલી જમીનોમાં રોકાણ માટે લોકો પડાપડી કરી રહ્યા છે કેમકે અહીંયા વેપાર ધંધા માટે ખુબ મોકાની જગ્યા છે ત્યારે લોકો આડેધડ રોકાણો કરી રહ્યા છે ત્યારે ત્યારે તાજેતરમાં ગરુડેશ્વર કેવડિયા વચ્ચે આવેલ સોસાયટીઓ ગેરકાયદેસર હોવાનો અને તેમને સત્તા મંડળ પાસે કોઈપણ જાતની પરવાનગી નથી લીધી જે નોટિસ પઠવી જરૂરી પુરાવા સાથે દીન ત્રણમાં બોલાવવા આવ્યા છે. નહીતો SOUATE, Act-2019 માં લાગુ હોવા છતાં પરમિશન વગર ગરુડેશ્વર ગામની જમીનમાં સોસાયટીઓ બની તે તમામ ગેરકાયદેસર ઠેરવી કડક પગલાં લઇ શકે છે.
કેવડિયા માં 2019 માં ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ (SOUATE, Act-2019) તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની જોગવાઇઓ અન્વયે 19 જેટલા ગામોમાં લાગુ કર્યું હતું. જેમાં કોઈ પણ ડેવલોપમેન્ટ કે ટાઉન પ્લાનિંગ ની મંજૂરી આ સત્તામંડળ પાસેથી લેવાની હતી. બાદમાં સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૂહનિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરથી એક જાહેરનામુ જાહેર કર્યું થી સ્ટેટ્સ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતા નગરની રચના કરવામાં આવી હતી.
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરની હદમાં સમાવેશ થતા વિસ્તારમાં સોસાયટીઓના નિર્માણ કરી દેવામાં આવ્યા છે લોકોએ ખરીદી લીધા છે અને જેના દસ્તાવેજો પણ થઇ ગયા છે ત્યારે તાજેતરમા સોસાયટીઓના લોકોને સત્તા મંડળ નોટિસો પાઠવી બાંધકામની અધિકૃતતા નક્કી કરવા માટે વિષયોક્ત જમીનમાં સ્થાનિક સત્તામંડળ સંબંધિત સંસ્થા ધ્વારા મંજુર કરેલ લે-આઉટ તથા બિલ્ડીંગ પ્લાન, બિનખેતીની હુકમ, અધ્યતન માલિકી અંગેના પુરાવા તેમજ આનુસંગિક દસ્તાવેજો, અત્રેની કચેરીએ સદર નોટીસ મળ્યેથી દિન-3(ત્રણ) રજુ કરવા જણાવવામાં આવ્યું છે સાથે જો નિયત સમયમર્યાદામાં ઉપરોક્ત વિગતો અત્રેની કચેરીએ ઉપલબ્ધ કરવામાં ન આવે. તો સવાલવાળી જમીનમાં કરેલ ચાલુ બાયકામ બિનઅધિકૃત / ગેરકાયદેસર છે. ની નોટિસમાં વાત કરી કાયદેસરના પગલાં ભરવાની પણ વાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.