આવેદન:SOUના 150 કર્મચારીઓની તરફેણમાં કોંગ્રેસ મેદાનમાં આવ્યું

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના આગેવાનોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

નર્મદાના કેવડિયા ખાતે SOU ના પરિસર અને આજુબાજુમાં જાહેર માર્ગ પર હાઉસકિપિંગ નો કોન્ટ્રાકટ BVG INDIA LTD ને આપવામાં આવ્યો હતો. જેનો કોન્ટ્રાકટ હવે VMC ને સોંપવામાં આવતા મશીનો દ્વારા રોડની સફાઈ કરવાના હોય આ 150 કર્મચારીઓને કોઈ પણ કારણ વગર કંપનીએ છુટા કરી દીધા હતા. જેને લઈને સ્થાનિક આદિવાસીઓ ને જ કેમ છુટા કાર્ય જે બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

છેલ્લા 5 દિવસથી આ 150 કર્મચારીઓ કચેરી સામે બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકો રજૂઆતો કરે છે અને પહેલા ભાજપ અને હવે કોંગ્રેસ આમ આ કર્મચારીઓ ને પુનઃ નોકરી પર લેવા રાજકીય પક્ષો એકજુઠ થઇ રહ્યા છે. જોકે આ કર્મચારીઓના હિતમાં હોય કોંગ્રેસે પણ જિલ્લા કલેક્ટર ને આવેદન આપી આ કર્મચારીઓને કોઈ પણ પ્રોજેક્ટમાં સમાવવા માંગ કરી છે.

તાજેતરમાં BVG કંપનીના 150 કર્મચારીઓ ને અચાનક કંપનીએ છુટા કરી દેતા તેમને પુનઃ નોકરી પર લેવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, વાગડીયાના શૈલેષ તડવી, તાલુકા પંચાયત સભ્ય નરેશ સોલંકી સહીત છુટકારાયેલા કર્મચારીઓ હાજર રહી પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા આધિક કલેક્ટર એચ.કે.વ્યાસ ને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...