લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ:રાજપીપળાના સફેદ ટાવર ખાતે કોંગ્રેસે ગૃહમંત્રીનું પૂતળા દહન કર્યું, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

નર્મદા (રાજપીપળા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર્ષ સંઘવી અને નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારનું સફેદ ટાવર પાસે પૂતળા દહન કરી વિરોધ

રાજ્યમાં લઠ્ઠાકાંડમાં 57થી વધુ લોકોના મોત બાદ વિપક્ષે વિરોધકર્યો હતો. જેમાં રાજપીપળા શહેરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ગૃહ મંત્રીનું રાજીનામું માંગ્યું હતું અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આજે બુધવારે રાજપીપળા સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસનાં કાર્યકરોએ લઠ્ઠાકાંડ બાબતે પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પરિવારોને યુથ કૉંગ્રેસ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી
આ સાથે રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારનું સફેદ ટાવર પાસે પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ગૃહમંત્રીનાં રાજીનામાની માંગ કરી હતી. ઉપરાંત દુઃખી પરિવારોને યુથ કૉંગ્રેસ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી અને યોગ્ય વળતર આપવા તથા તમામ દોષીને કડક સજા આપવાની માંગ કરી હતી. આ વિરોધ કાર્યક્રમમાં નર્મદા કોંગ્રેસ અને યુથ કૉંગ્રેસ તથા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસના તમામ હોદ્દેદાર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...