સાગબારા તાલુકામાં જાતી દાખલ માટે આદિવાસીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.જે વિસ્તારમાં ડુપ્લીકેટ આદિવાસીઓએ બની રહ્યા છે. ત્યાં અઘિકારીઓને દબાણ કરવાની જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આધિકારિઓને દબાણ કરવામાં આવે છે, લોકો આંટા મારી મારીને થાકી જાય છે છતાં એમને જાતિ અંગેના દાખલા મળતા નથી.આ વિસ્તારમાં વિસ્થાપિતોનો જે પ્રશ્ન છે, યુવાન બેરોજગારીના પ્રશ્નો છે, શિક્ષણના ઘણા પ્રશ્નો છે.ત્યારે યુવાનોના પ્રશ્નો અને આદિવાસીઓના પ્રશ્નોનુ જો સરકાર વેહલીતકે નિરાકરણ નહિ લાવે છે આવનારા સમયમાં અમે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા અનેક આંદોલનો અમે કરીશું.
તાપી નર્મદા રિવર લિંક અને કેવડીયા આદિવાસીઓનાં પ્રશ્નો કે પછી મુંબઈ - દિલ્હી કોરિડોરની વાત હોય તો દરેક જગ્યાએ ભાજપ આદિવાસીઓની જળ, જંગલ અને જમીન હડપી લેવાની કોશિશ કરી છે. આદીવાસી વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ હમેશા રહ્યુ છે અને આજીવન રહશે, આદીવાસી વિસ્તારમાં ગત વખત કરતા આ વખતે કોંગ્રેસની વધુ બેઠકો આવશે.
આદીવાસી વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ સત્તાની લાલચમાં અને હારી જવાના ડરને લીધે પક્ષ છોડ્યો છે. જેને આદિવાસીઓની પડી છે આદિવાસીઓનાં હક અધિકાર માટે જેને લડવું છે એવા તમામ કોંગ્રેસના આગેવાનો અમારી સાથે જ છે.ભાજપ કોંગ્રેસના આગેવાનોને લઈ પોતાની પાર્ટી ચલાવે છે એટલે હવે ભાજપ ખતમ થઇ જવાની છે, થોડા સમયમાં ભાજપનું અસ્તિત્વ નામશેષ થઈ જવાનું છે.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એવીજ રીતે ગુજરાત પ્રદેશ આદિજાતિ માર્ચ પ્રમુખ કોંગ્રેસ અને ધારાસભ્ય વાંસદા અનંત પટેલે જણાવ્યું હતું કે આજે ભાજપ આદિવાસી બેઠકો જીતવા ધમપછાડા મારી રહ્યું છે. પણ ભાજપ આદિવાસીઓ નો દશમન છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.