ડીઝીટલ ઇન્ડિયામાં મોદી.સરકારની e-ગ્રામ ચલાવતા કોમ્પ્યુટર ઓપરેટરો સરકારની નીતિથી કંટાળીને સામુહિક રાજીનામાં આપવા તૈયાર થયા છે. આગામી 28 મી.મેં 2022 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને રાજીનામાં અપાશે એવા કાર્યક્રમ એક બેઠક કરી નક્કી કરવામાં આવ્યું હોય જેમાં નર્મદા જિલ્લાના આગેવાનો પણ જોડાશે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને ગ્રામ્ય કક્ષાએ e-ગ્રામ ની શાખાઓ ખોલી જરૂરી દસ્તાવેજો ગ્રામપંચાયત માંથી જ મળી જાય એવી વ્યાવસ્થા કરી હતી અને જેના માટે VCEની ભરતી કરવામાં આવી હતી. ત્યારથી આ VCEનું શોષણ થતું આવ્યું છે.
અનેક માંગણીઓ છતાં સરકાર કોઈ ઉકેલ ના આવતા હાલ પોતાની કેટલીક વ્યાજબી માંગણીઓ ને લઇને હડતાલ પર ઉતરતા રાજ્યમાં e-ગ્રામ સેવા ઠપ્પ થઈ ગઈ છે. નર્મદા જિલ્લા સાથે ગુજરાત રાજ્ય ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર)મંડળ માં જોડાયેલા ગામમ કર્મચારીઓ હજુ હડતાલ પર છે.
જેને કારણે જિલ્લા કક્ષાએ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. નર્મદા જિલ્લા ગ્રામ પંચાયત vce મંડળ હડતાલ પર ઉતરતા કોઈના કટિયાનું કામ 7/12 ઉતારા, આવકના દાખલા. ખેડૂતલક્ષી કામો, વિધવા સહાય સહિત અન્ય તમામ કામગીરી ઠપ્પ થઇ છે.
આ બાબતે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ મહામંત્રી પંકાજકુમાર પરમારે જણાવ્યું હતું કે સરકારે સકારાત્મક નિર્ણય લેવાની બાંહેઘરી આપેલ પણ માત્ર વતોજ કરે છે. સરકારે કમિશનમાં 5 રૂપિયા અને 2 લાખનો વીમો કરવાની વાત કરી પણ અમારે કોઈ કમિશન વધુ જોઈતું નથી એતો.
જનતા પર બોજ પાડવાની વાત થઈ એટલે સરકાર પગાર ધોરણ નક્કી કરે અને પૂરા પરિવારને વીમા કવચ આપે તમામ VCE ને કાયમી કરે એવી માંગો સાથે હજુ હડતાલ પર તમામ કર્મચારીઓ છીએ..અને પ્રધાનમંત્રી ગુજરાત ના પ્રવાસે આવવાના હોય તેમને રજુઆત કરવા અને તેમની સામે સામુહિક રાજીનામાં આપવા અમે રાજ્ય સરકાર પાસે સમય ની માંગણી કરી રહ્યા છે.
તો અમે રાજીનામાં આપી બીજી નોકરી કરીશું અને 2022 ની ચૂંટણીમાં તમામ 13000 પરિવરો ના એક લાખથી વધુ મતો સરકાર વિરુદ્ધ કરી પણ શકીએ એ અમારા વિરોધ એજન્ડા માં નક્કી કર્યું છે.જેથી સરકાર એમની મંગની વ્યાજબી છે જે સ્વીકારવા વિનંતી કરીએ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.