દેશને ડીઝીટલ બનાવવા જઈ રહેલી મોદી સરકાર અન્ય કોઈ બીજા પાસા કે ને ડીઝીટલ સાથે જોડાયેલા છે. જેમાં નેટર્વક અને કર્મચારીની સમસ્યા સરકાર હલ કરતી નથી અને શોષણ કરે છે. ત્યારે કેટલીક માંગો સાથે ગુજરાત રાજ્ય ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર)મંડળ, દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે.અને તમામ e ગ્રામની કામગીરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા જિલ્લા કક્ષાએ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
નર્મદા જિલ્લા ગ્રામ પંચાયત vce મંડળ હડતાલ પર ઉતરતા કોઈના કટિયાનું કામ 7/12 ઉતારા, આવકના દાખલા. ખેડૂતલક્ષી કામો, વિધવા સહાય સહિત અન્ય તમામ કામગીરી ઠપ્પ થઇ છે. આ બાબતે નર્મદા જિલ્લા ગ્રામ પંચાયત VCE મંડળ પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું હતું કે સરકારે આપેલ હૈયાધારણા અને સકારાત્મક નિર્ણય લેવાની બાંહેઘરી આપેલ પણ એમાંથી ફરી ગઈ હોય એમ ફલિત થતા રાજય વ્યાપી અચોક્કસ મુદત ની હડતાળ સાથે આંદોલનની શરૂઆત કરી દીધી છે.
11 મેં 22 થી હડતાલ ની શરૂઆત કરી દીધી છે. નાર.એડા જિલ્લા તલાટી.મંડળ નો પણ સપોર્ટ મળ્યો છે. 16 વર્ષથી કમિશન પર કામગીરી ગુજરાત સરકાર કરાવે છે.. પગાર ધોરણ આપતી નથી. પગાર ધોરણની આ લડતને વેગ આપવા તમામ કર્મચારી સંગઠનો, ખેડૂત વર્ગ, ગ્રામજનો, ખેડૂત સંગઠનો, સરપંચો સહકાર આપવા અપીલ કરું છું.હવે અમારો હક્ક લઈને જ જંપીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.