આવેદન:સસ્તા અનાજની દુકાનમાં નીતિ નિયમ મુજબ અનાજ ન મળતું હોવાની ફરિયાદ

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાના મોટી ભમરી-પલ્લી ગામના રહિશોનું કલેકટર-મામલતદારને આવેદન

મોટી ભમરી અને પલસી ગામ ના નાગરીકો ને રેશનકાર્ડ ની દુકાન ના સંચાલક દ્વારા સમયસર અને સરકારની નીતી નિયમો મુજબ અનાજ સહિત ની વ્યાજબી ભાવની ચીજ વસ્તુઓ ના મળતા કલેકટર સહિત મામલતદાર તથા મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં મોટી ભમરી તથા પલ્સી ગામ ના નાગરિકોએ આવેદન આપતાં જણાવ્યું હતું અમારા ગામો મોટી ભમરી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવેલા છે. અને અમારી સસ્તા અનાજની વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનમોટી ભમરી ગામ ખાતે આવેલી છે. અને તેના સંચાલક રસીક વસાવા છે.

સને 2022ના જુલાઇ માસમાં અમારા ગામની સરકાર માન્ય વ્યાજબી ભાવ ની દુકાનેથી અમને સરકાર તરફથીવ્યાજબી ભાવે મળતી તમામ ચીજ વસ્તુઓ અમને મળેલ નથી. આ ચીજવસ્તુઓ અમે રૂ.10 ની કુપન લઇને જઇએ છીએ. છતાં રોજ જુદા જુદા બહાનાઓ બતાવવામાં આવે છે.

આ અગઉ પણ અમારી સાથે આવો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ દુકાન માં સરકારના નિતી નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. વધુમાં અમારા રેશન કાર્ડ તેમજ દુકાનદાર ના સ્ટોક પત્રક અને રજિસ્ટરોની યોગ્ય તપાસ થવી જોઇએ દુકાન સમયસર ખોલવામાં આવતી નથી.

અને આ બાબતે દુકાનદારને કહેવા જઇએ છે તો ગુસ્સે થઇ જેમ તેમ ખોટી અશોભનીય ભાષા માં બોલી અમારુ અપમાન કરે છે. દુકાનદાર પોતે સરપંચ હોય અને વગ ધરાવે છે. અત્યાર સુધી અમોને પુરતા પ્રમાણ માં સરકાર ની આ યોજનાનો લાભ મળ્યો નથી. તેની યોગ્ય તપાસ થવી જોઇએ. તેવી માગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...