વિવાદ:મોટા આંબા ગામના સરપંચે મહિલાને માર્યાની ફરિયાદ

રાજપીપળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારે હોશિયારી ન માર કહી ઝઘડો કર્યો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા આંબા ગામમાં નજીવી વાતે મહિલાને માર મારી ધમકી આપનાર ચાર સામે ગુનો દાખલ થયો છે મળતી માહિતી મુજબ મોટાઆંબા ખાતે રહેતા પારૂલબેન પિયુષભાઈ તડવીએ આપેલી ફરિયાદ અનુસારતેઓ પોતાના ઘરે થી મોટાઆંબા ગામની સ્કુલે આધાર કાર્ડ આપવા ગયેલા તે વખતે ગામના રેખા મુકેશ તડવી તથા ગામના સરપંચ નટવર રણછોડ તડવી, રમીલા નટવર તડવી, રસીક મહેન્દ્ર તડવીનાઓ તેમને ગમે તેવી ગાળો બોલી કહેવા લાગેલ કે “ તુ વધારે ભણેલી છે એટલે તુ વધારે હોસીયારી મારે છે. અને તુ તારી હોસીયારી તારા સમારીયામા બતાવજે અને આ અમારો રસ્તો છે.

આ રસ્તા પરથી તારે આવવાનુ નથી અને જો તુ આવીસ તો તારા ટાંટીયા ભાંગી નાખીસ, અને તુ ગણપતિ વિસર્જનમા અમારી સામે હાથ લાંબા કરી કેમ નાચતી હતી તેમ કહી અપ શબ્દો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...