ભાસ્કર વિશેષ:ડેડિયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોનું સીએમના હસ્તે 26મીએ લોકાર્પણ થશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડેડીયાપડાની મુલાકાતે - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડેડીયાપડાની મુલાકાતે
  • CMના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે ઇ.કલેક્ટર-ડીડીઓએ સમીક્ષા બેઠક કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે 26 મી મે ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડાની મુલાકાતે આવશે. ડેડીયાપાડા ખાતે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણ કરશે.

જે કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુના અધ્યક્ષપદે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં અંકિત પન્નુએ ઉક્ત કાર્યક્રમ સંદર્ભે જુદા જુદા વિભાગો ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મુખ્યમંત્રીના ઉક્ત કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે વિવિધ 24 જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં સમાવિષ્ટ વિવિધ અધિકારીઓ- કર્મચારીઓને એકબીજા વચ્ચે સુસંકલન સાધીને તેમને સોંપયેલી કામગીરી વધુ સઘન અને અસરકારક રીતે પરિપૂર્ણ થાય તે જોવાની પણ તેમને ખાસ સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...