ખેડુતો સાથે વાતચીત:રાજપીપળામાં સીએમ પૂર અસરગ્રસ્તોને મળ્યાં, પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નુકસાનીના સર્વે તથા સહાય બાબતે જરૂરી આદેશ કર્યા

દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંગળવારે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. તેમણે રાજપીપળા ખાતે કરજણ નદીમાં તણાય ગયેલાં યુવક અને યુવતીના પરિવારની મુલાકાત લઇ સાંત્વના આપી હતી. વધુમાં તેમણે પુર તથા વરસાદથી થયેલા નુકશાનનો વહેલી તકે સર્વે કરવા માટે પણ અધિકારીઓને સુચના આપી હતી.

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ પડ્યો જેને લઈને ખેતીના પાક ને નુકસાન થયું છે. જ્યારે એક યુવક અને યુવતી કરજણ નદીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઇ ગયાં છે. રાજપીપળાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તથા અનેક ઘરોમાં ઘરવખરીને વરસાદી પાણીથી નુકશાન થયું છે.

પુર તથા વરસાદના અસરગ્રસ્તોના ખબર અંતર પૂછવા રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે રાજપીપલા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતાં.તેમની સાથે અધિકારીઓ તથા પદાધિકારીઓનો કાફલો હતો. મુખ્યમંત્રીએ હેલીપેડથી આવતી વેળા ખેતરોમાં ભરાયેલાં વરસાદી પાણી જોયાં ​​​​​ હતાં તથા ખેડુતો સાથે વાતચીત કરી હતી.

તેમણે લીમડાચોક અને ખારા ફળિયાના અસરગ્રસ્તોની મુલાકાત લઇ મદદની ખાતરી આપી હતી. તેમણે કરજણ નદીમાં તણાયેલા લોકોના પરિવારને પણ સાંત્વના આપી હતી. તેમણે જિલ્લા સેવા સદન ખાતે.અધિકારીઓની બેઠક યોજી સર્વે માટે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...