પોલીસે ચેકિંગ હાથ વધાર્યુ:નર્મદા જિલ્લામાં બૂટલેગરોની સામે ઘોંચ વધી, 4 સ્થળે પોલીસના દરોડા

રાજપીપળા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર અને મધ્યપ્ર દેશમાંથી દારૂ ઘુસતો રોકવા માટે પોલીસે ચેકિંગ હાથ વધાર્યુ

હોળીના તહેવારમાં વિદેશી દારૂ ની માંગ વધી હોય બુટલેગરો સક્રિય થઇ ગયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડી ગુના દાખલ કર્યા છે જેમાં ગરુડેશ્વર, રાજપીપળા તથા ડેડીયાપાડા પોલીસે અંગ્રેજી દારૂ, બિયર નો મુદામાલ ઝડપી પાડયો છે.

ગરુડેશ્વર પોલીસે સમશેરપુરા ગામમાં છાપો મારી અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ અને વરશન રાઠવાનાઓએ વિદેશી દારૂ 38,400 નો જથ્થો તેમજ સ્વિફ્ટ કાર, રોકડા 1710 રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ 2,50,110 ના મૂદ્દામાલ સાથે ઝડપી પાડયાં છે. રાજપીપળા પોલીસે જુનારાજ ગામના રસ્તા પર વોચ ગોઠવી એક બાઇક સવારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઇ બાઇક સવારે બાઇક કોતરો બાજુ ભગાવી હતી અને દારૂનો જથ્થો ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે બાઇક અને દારૂ મળી 34 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.જયારે બીજી રેડમાં પણ રાજપીપળા પોલીસે જીતગઢ ગામ બુટલેર બાઈક અને દારુ મુકી નાશી છૂટ્યો હતો જ્યાંથી બીયર નંગ-16 અને બાઈક મળી 31,600 મુદ્દામાલ ઝડપી પાડયો હતો. દેડિયાપાડાના ડુમખલથી વિરસિંગ તડવી પણ દારૂનું વેચાણ કરતાં ઝડપાય ગયો છે. હોળી અને ધૂળેટીમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો પાડોશી રાજયોમાંથી દારૂ ઘુસાડી રહયાં હોવાથી પોલીસ સર્તક બની છે.

અન્ય સમાચારો પણ છે...