વાકપ્રહારો:કેજરીવાલ ગુજરાતમાં આવીને જુઠ્ઠાણા ફેલાવતાં હોવાનો દાવો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી રામેશ્વર તૈલીના આપ પર વાકપ્રહારો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. ત્યારે આ ગુજરાત ગૌરવ યાત્રા નર્મદા જિલ્લામાં આવેલી ત્યારે નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આદિવાસી ગૌરવ યાત્રામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી (રાજ્યકક્ષા ) રામેશ્વર તૈલી પણ જોડાયા હતા. જેમની સાથે ટાફેડ ના ચેરમેન રામસિંગ રાઠવા, પ્રદેશ આદિજાતિ મોર્ચા પ્રમુખ હર્ષદ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા. મંત્રી રામેશ્વર તૈલી એ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ઠેર ઠેર રેલીનું સન્માન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી રામેશ્વર તૈલી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ખૂબ પ્રગતિ કરી છે. ત્યારે તેઓએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ બાબતે જણાવ્યું હતું કે કેજરીવાલ વડાપ્રધાન બનવાના મૂગેરીલાલ ના સપના જોઇ રહ્યા છે. ત્યારે એ કોઈ દિવસ સાચા નહીં થાય અને વધુમાં તેમણે કેજરીવાલ પર આરોપ કર્યો હતો કે કેજરીવાલ એ જૂઠો માણસ છે.

અને જુઠા માણસોની આ પાર્ટી છે. દિલ્હીમાં લોકોને ખોટા વાયદા કરી ને ત્યાં સરકાર બનાવી છે. અને અરવિંદ કેજરીવાલ જે છે એ પોતે ગુજરાત માં આવી જૂઠી વાતો કરે છે અને લોકોને ભરમાવે છે તેમ તેમણે જણાવ્યું હતું. આદિવાસી ગૌરવ યાત્રામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી રામેશ્વર તૈલી પણ જોડાયા હતા. ગુજરાત ની જનતા એક વિશ્વાશું સરકાર ઈચ્છે છે. ગુજરાતની શાંતિ ઈચ્છે છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અતૂટ વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...