તાજેતરમાં રાજપીપલા સિવિલ હોસ્પિટલ નવા બિલ્ડીંગ માં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે રાજપીપલા ના લોકોને સિવિલ હોસ્પિટલ તરીકે નવું બિલ્ડીંગ મળ્યું જ્યારે ઇસ્પેકસન માં ડમી દર્દીઓ મુકવા માં આવ્યા જે બાબતે ઘણો હોબાળો થયો. ત્યારે સરપંચ પરિષદના સભ્યો સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
દર્દીઓને પણ પૂછતાં અનેક ખુલાસા જોવા મળ્યા કે સિનિયર તબીબો OPD સાચવવા ની જગ્યા એ ઇમરજન્સી માં બેસી ગપ્પા મારે છે. જ્યારે OPD તાલીમ મેળવતા ડોક્ટરો કે બહારથી સેવામાં આવતા તબીબો પરજ OPD ચાલી રહી છે. દર્દીઓની.પણ ફરિયાદ જોવા મળી અને તબીબો દાખલ દર્દીઓને નિદાન વ્યવસ્થિત કરે એ જરૂરી છે એવી.સરપંચ પરિસદે માંગ કરી છે.
સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં જોયું તો ઇમરજન્સી વોડ સિવાય બીજી કોઈપણ જગ્યાએ ડોક્ટર જોવા મળ્યા નથી. એટલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની જગ્યા બદલાઈ છે પણ સુવિધાઓ તો જે જૂની હોસ્પિટલમાં હતી એની એ જ છે જેથી કરી વહેલી તકે ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને સીટી સ્કેન. એમઆરઆઇ મશીન. લેબોરેટરીના દરેક ટેસ્ટો અહીં ઉપલબ્ધ થાય અને બરોડા સુધી દર્દીઓને જવું ના પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.