• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Chuwal Pragati Mandal Ahmedabad's Snehmilan Ceremony Was Held In Kevadia; Beti Bachao Program Campaign Was Undertaken By Patidar Samaj

પાટીદાર સમાજ દ્વારા બેટી બચાવો અભિયાન:કેવડિયામાં ચુવાળ પ્રગતિ મંડળ અમદાવાદનો સ્નેહમિલન સમારોહ યોજાયો; પાટીદાર સમાજ દ્વારા બેટી બચાવો કાર્યક્રમ અભિયાન હાથ ધરાયું

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પાટીદાર સમાજના શ્રી ચુવાળ પ્રગતિ મંડળ અમદાવાદનો 16મો સ્નેહમિલન સમારંભ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાના સહયોગથી યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ નરેશ એમ પટેલ(કૃષ્ણગર), મંત્રી જલારામ પટેલ( ઝાંઝરવા), કન્વીનર મુકેશ કે પટેલ (દેથલી), ઉપપ્રમુખ લાલભાઈ પટેલ, વિષ્ણુ પટેલ, કિરણ પટેલ, દાતાઓ યોગેશ પટેલ, આનદ પટેલ, સહમંત્રીઓ અતુલ પટેલ, ભદ્રેશ પટેલ, સહ કન્વીનરો સંજય પટેલ, બિપિન પટેલ સહીત આ સભારંભમાં 200 પરિવારના 800 જેટલા લોકો કેવડિયા ખાતે સહ પરિવાર બે દિવસ રોકાયા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ત્યારે કાર્યક્રમમાં શ્રી ચુવાળ પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા સમાજનાં અનેક જે પ્રગતિશીલ કે પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ ખાસ મહત્વની વાત એ હતી કે, સમાજની અંદર એકથી વધુ પુત્રીઓનો જન્મ થાય છે. ત્યારે વધુ પુત્રીઓ જન્મ આપનારા માતાપિતા અને પરિવારનો પણ સન્માન કરવામાં આવ્યું. સાથે-સાથે દીકરીને 21 હજાર રૂપિયાનો બોન્ડ પણ આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...