નર્મદા જિલ્લામાં અનેક એવા ગામો અંતરિયાળ વિસ્તારમાં છે, કે જે ગામમાં જન્મેલા બાળકો અને વૃદ્ધોએ હજુ શહેરી વિસ્તાર નથી જોયો. ત્યારે આદિવાસી વિસ્તારની સરકારી શાળાઓના બાળકોને પ્રવાસ લઈ જવા માટે ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસનો ખર્ચ વધુ થતો હોવાથી ગામડાના વાલીઓ ઉઠાવી શકતા નથી, કેમ કે તેમની આર્થિક સ્થિતિ સારી નથી હતી. અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જોવા જવા સૌની ઈચ્છા છે પણ નાણાં વગર જવું મુશ્કેલ હતું.
બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી, શાળાના શિક્ષકો આખા બોરીદ્રા ગામમાં ફર્યા એટલે યથા યોગ્ય ફંડફાળો ઉઘરાવવામાં આવ્યો હતા. ગામના મુખ્ય શિક્ષક, શિક્ષકો ગામના દાતાઓના સહયોગથી 42,303 જેટલી રકમ એકઠી થઇ ગઇ છે. આવા સેવાભાવી શિક્ષકો અને ગામના લોકો એ આપેલા દાનમાંથી બોરિદ્રા ધોરણ 6 થી 8ના તમામ બાળકો સાથે 57 પ્રવાસીઓને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
શાળાના બાળકોને પ્રવાસ કરવા શાળાના શિક્ષકોએ ખુબજ મહેનત કરી હતી. એક બસ કરી અમદાવાદ લઈ જઈ શતાબ્દી મહોત્સવના તમામ પ્રદર્શનો બતાવ્યો હતો. નાસ્તો અને ભોજન કરાવી અમદવાનો પ્રવાસ કરાવ્યો હતો. જેનાથી બાળકો જ ખુશ નહીં વાલીઓ પણ ખુબ ખુશ થયા હતા અને શિક્ષકોનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.