• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Chief Minister's Matrashakti Yojana Benefited The Sisters And Children Of Narmada, Dadiyapada Pilot Project Was Successful And Implemented In All Taluks.

યોજનાનો સફળ અમલ:મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો નર્મદાની બહેનો-બાળકોને લાભ મળ્યો, ડેડીયાપાડા પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળતાં તમામ તાલુકાઓમાં અમલ

નર્મદા (રાજપીપળા)12 દિવસ પહેલા
  • “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના”નો નર્મદા જિલ્લાની બહેનો અને બાળકોને લાભ મળી રહ્યો છે. ડેડીયાપાડા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી સફળતા મળતા તમામ તાલુકાઓમાં અમલ કરાયો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સગર્ભાઓ ધાત્રી માતાઓ માટે અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બની શકે તેવા આશયથી મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 18 મી જૂન22 ના રોજ વડોદરાથી પ્રધાનમંત્રી નરેદ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવેલી “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” થકી મહિલાઓને પોષણયુક્ત ખોરાક મળી રહે જેથી સગર્ભા મહિલાઓને પ્રોત્સાહન મળી રહે અને તેમના સ્વાસ્થમાં સુધારો લાવી શકાય. બાળક જન્મથી જ તંદુરસ્ત રહી શકે અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશયથી આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં માતાની સગર્ભાવસ્થાથી લઇને બાળક હજાર દિવસનું થાય ત્યાં સુધી તેના સંપૂર્ણ પોષણની જવાબદારી સરકારે સ્વીકારી છે.

મોટી સંખ્યામાં બહેનો યોજનાનો લાભ લે એ માટે તંત્રની દોડધામ
“મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” થકી સગર્ભા અને ધાત્રી માતાને બે કિલો ચણા, એક કિલો તુવેરની દાળ અને એક લિટર સીંગતેલ દર મહિને આપવામાં આવે છે. સાથે-સાથે આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જિલ્લામાં મોટી સંખ્યામાં બહેનો આ યોજનાનો લાભ લે એ માટે તંત્ર દોડધામ કરે છે. જે લાભ લઇ રહ્યા છે તેમનામાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે.

દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ મળે છે
રાજપીપલાના ટેકરા ફળીયામાં રહેતા રીનાબેન અજયભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો થકી “મુખ્યમંત્રી માતૃશક્તિ વંદના યોજના” ની મને જાણકારી મળી હતી. ગુજરાત સરકારની આ નવી યોજનાથી મને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ મળે છે. આંગણવાડીના બહેનો દ્વારા જરૂરી સલાહ પણ આપવામાં આવે છે ખાસ કરીને મમતા દિવસે નિયમિત બ્લડ પ્રેસરની તપાસ કરવામાં આવે છે, સમયસર આયર્નની ગોળી આપી વજન, ઉંચાઇ માપવામાં આવે છે. રાત્રિ દરમિયાન કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો આંગણવાડી બહેનો હંમેશા મદદ માટે તૈયાર હોય છે. અમારા જેવા બહેનો માટે પોષણ યુક્ત આહારની ચિંતા કરનાર સરકારશ્રીનો હું આભાર માનું છું. ખરેખર ગરીબ પરિવારની સગર્ભા મહિલાઓ માટે આ યોજના આશિર્વાદ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...