• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Chaitar Vasava Said Mahesh Vasava Will Need Help Of BJP Or Congress To Contest Elections; I Am Going To Contest, I Am Going To Fight, I Am Not Going To Quit: Chotu Vasava

ગુરૂ-ચેલા સામ સામે:ચૈતર વસાવાએ કહ્યું- મહેશ વસાવાને ચૂંટણી લડવા ભાજપ કે કોંગ્રેસનો સાથ જોઈશે; ચૂંટણી લડવાનો છું, લડાવાનો છું, છોડવાનો નથી: છોટુ વસાવા

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગી કરી રહ્યાં છે. હાલમાં જ BTPએ 12 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં 148 નાંદોદ વિધાનસભા માટે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ સરાદ વસાવાના નામની જાહેરાત કરી છે. તો બીજી બાજુ ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત ન કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. કોંગ્રેસ સાથે ગઠબંધનના એંધાણ પણ દુર દુર સુધી દેખાતા નથી.
મહેશ વસાવાએ અહીંયાથી ઉમેદવારી માટે ભાજપ કે કોંગ્રેસનો સાથ લેવો પડશે: ચૈતર વસાવા
લોક ચર્ચા મુજબ ડેડિયાપાડા બેઠક પર એક સમયના મહેશ વસાવાના જ અંગત ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે. એટલે BTP માટે એ બેઠક જીતવી અઘરી હોવાથી વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા બેઠક બદલે એવી સંભાવનાઓ છે. થોડાં દિવસો અગાઉ જ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભા યોજાઇ હતી. એ જોઈ ભાજપ, કોંગ્રેસ અને BTP ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારી સભા જોઈ BTPના ધારાસભ્ય મહેશ વસાવા મેદાન છોડી દેશે. જો મહેશ વસાવાએ અહીંયાથી ઉમેદવારી કરવી હશે તો ભાજપ અથવા કોંગ્રેસનો સાથ લેવો પડશે. તેઓ પોતે એવી દ્વિધામાં છે કે ડેડિયાપાડામાંથી ઉમેદવારી કરે કે નહિ.
ચૂંટણી લડવાનો છું, લડાવાનો છું, છોડવાનો નથી: છોટુ વસાવા
બીજી બાજુ BTPના રાષ્ટ્રીય સંયોજક ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, જો ચૈતર આવશે તો વૈશાખ અમારી સાથે વાવાઝોડાની જેમ આવશે. અમને ચૂંટણી લડતા કોઈ રોકી શકે નહિ. ચૂંટણી નહિ લડવાની ચર્ચાઓ વચ્ચે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ. હજુ પણ હું 100 કિ.મી. ચાલી શકું એટલો ફીટ છું. આમ આદમી પાર્ટીને RSSએ પ્રોજેક્ટ કરી છે. ભાજપને લોકો ચાહતા નથી એટલે બીજા સત્તા ન લઈ જાય એટલા માટે ગુજરાતમાં AAPને ઉતારી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી એક જ છે, એનો પુરાવો એ છે કે, સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશનમાં અજિત ડોવાલ, રાજનાથસિંહ અને અરવિંદ કેજરીવાલ સભ્ય છે.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​
​​​​​​​દેશની અંદર આમ આદમી પાર્ટી બોઘસ પાર્ટી છે, RSS વાળાએ પ્રોજેક્ટ કરી છે: છોટુ વસાવા​​​​​​​
છોટુ વસાવાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, શિક્ષણ મફત આપવું એ તો સંવિધાનમાં લખ્યું છે. વીજળી તો આદિવાસી વિસ્તારમાંથી પેદા થાય છે. એટલે લોકોને આ બધું મફત આપવું જ જોઈએ. ગુજરાતમા જો આમ આદમી પાર્ટી આવી તો અહીંયા પણ એવું જ થવાનું છે. અમે કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ. આ સરકારે જેટલા લોકો સાથે અન્યાય કર્યો છે એમણે પોતાની અલગ પાર્ટી બનાવી લડત આપવી જોઈએ.

વધુમાં જુઓ ચૂંટણીને લઈ JDUના પ્રેસિડેન્ટ અને પૂર્વ પ્રેસિડેન્ટે શું કહ્યું...!!

દો ભાઈ બીછડે હુવે થે, જો અબ સાથ મેં હો ગયે હે: વિશ્વજીત સિંગ
જનતા દળ યુનાઈટેડના પ્રેસિડેન્ટ વિશ્વજીત સિંગએ છોટુભાઈને લઈને કહ્યું કે, તેઓ અમારી સાથે વર્ષોથી રહ્યાં છે. જનતા દળ યુનાઈટેડના પ્રેસિડેન્ટ વર્ષોથી રહ્યાં છે. વર્ષોથી જનતા દળ ચૂનાવ લડ્યા છે. હવે અમે બંને ફરીથી એક થઈ ગયા છીએ. વધુમાં ચૂંટણીને લઈને એમણે જણાવ્યું હતું કે, જેટલા પણ અમારા દેશના નેતા છે એ બધા ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવશે. આ ઉપરાંત ટિકિટને લઈને એમણે કહ્યું- ટિકિટ માટે આમારી વાત ચાલું છે, જે અમે એક-બે દિવસમાં ફાઈનલ કરીશું.

જે લોકો ખરાબ શાસન ચલાવી રહ્યાં છે એમને દૂર કરવા છે: છોટુ વસાવા
છોટુ વસાવાએ વિશ્વજીત સિંગને લઈ એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં એમણે જણાવ્યું હતું કે, રાજનિતીમાં જે લોકો ખરાબ શાસન ચલાવી રહ્યાં છે એમને શાસનમાંથી દૂર કરવા છે. એટલા માટે અમે જે જૂના મિત્રો હતા જનતા દળ યુનાઈટેડ એના પ્રેસિડેન્ટ વિશ્વજીત સિંગ પણ અહીંયા છે. અમે એમની સાથે આજે ગઠબંધન કરવાના છીએ. એ અમને મદદ કરશે અમે એમને મદદ કરીશું. આ ગુજરાતની અંદર જે ચૂંટણી થવાની છે, એમાં બિહારના CM પણ પ્રચાર કરવા માટે અહીંયા અવાનાં છે. જેમ બને તેમ છેતરપિંડી કરતા લોકો કે જેઓ એકજ થેલાના ચટ્ટાપટ્ટા છે એમનો અમે વિરોધ કરવાના છીએ.

EVMનું ભારે સેટિંગ કર્યું હોય એવું લાગી રહ્યું છે: છોટુ વસાવા
ચૂંટણીને લઈ વધુમાં જણાવ્યું હતું કે, હવે યાદી બહાર પડેશે એટલે તમારે જોતા જવાનું અને આપતા જવાનું. બારની તો પાડી છે, હવે એમના 12 વગાડવા બીજી પણ અમે પાડીશું. EVMનું ભારે સેટિંગ કર્યું હોય એવું લાગી રહ્યું છે. એટલેજ આ માણસ આવી વાત કરે છે. બાકી ગુજરાતનું વાતાવરણ એમની વિરુદ્ધમાં હોય તો આટલી બધી વાત કેવી રીતે કરી શકે? અરવિંદ કેજરીવાલને પણ ઢાળ તરીકે લાવ્યાં છે. એમાં પણ લોકોને ખબર પડી ગઈ છે. નહિતર આજદિન સુધી એને કેમ ના લાવ્યો?

નફ્ફટોને વોટ માંગતા શરમ નથી આવતી
છોટુ વસાવાએ આપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, વલસાડમાંથી જે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, કે અંબાજીથી ઉમરગામ સુધીના આદીવાસીઓ અમને વોટ આપશે. તમને શું જખ મરાવવા વોટ આપે. અમારી સંવિધાનની માંગણીઓનું તો નામ નથી લેતા. કેવડિયાની અંદર 70 ગામના લોકોને ખતમ કરી દીધા અને ત્યાં આગળ લોકોના આખા ગામડા તોડી નાખ્યાં, પછી આદીવાસિયોના મતની વાત કરે તો એમને શરમ આવવી જોઈએ. આટલા લોકોને છિન્નભિન્ન કર્યા, અધિકારથી વંચિત રાખ્યા એવા નફ્ફટોને વોટ માંગતા શરમ નથી આવતી.

અન્ય સમાચારો પણ છે...