નર્મદામાં પણ આદિવાસી વસતિ વધારે પ્રમાણમાં હોવાથી હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. હોળી હિન્દુ સમાજનો મોટો તહેવાર છે. જેમાં ખાસ કરીને આદિવાસી સમાજ માટે આ તહેવાર સૌથી મોટો ગણાય છે. કુળદેવી માતા માટે સમાજ ઘેરિયો બની પાંચ દિવસની માનતા રાખે છે. નારીનો વેશ ધારણ કરીને પણ પાંચ દિવસ ફરતા હોય છે. આમ આદિવાસી સમાજ માટે હોળી મોટો તહેવાર માનવામાં આવે છે.
ચૈતર વસાવા પરંપરાગત અંદાજમાં દેખાયા
નર્મદામાં બંને વિધાનસભા બેઠક અનામત છે. જેમાં હાલમાં આમ આદમી પાર્ટીના વિજેતા ધારાસભ્ય ચૈતર વસાવા સામાન્ય નાગરિકો સાથે રહીને હોળીના તહેવાર નિમિત્તે હોળી પ્રકટાવી હતી. પોતાના બોગઝ ગામ ખાતે ઉજવણી કરી હતી. તેઓ ઘેરિયો બનીને કમરમાં ઘૂઘરા લગાવી નાચનાગ કરતા જોવ મળ્યા હતા. તેમનો આ સાદો અને આદિવાસી અંદાજ જોઈને લોકો તેમને મળવા આવવા લાગ્યા હતા. તેમની સાથે નાચગાન કરવા ભીડ જામી હતી. લોકોએ તેમની સાથે સેલ્ફી પણ પડાવી અને વિડીયો પણ ઉતાર્યા હતા.
'નવી વાવણીની શરૂઆત હોળી પછી જ કરીએ છે'
આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, હોળી એ સૌથી મોટો તહેવાર છે. આદિવાસી સમાજ માટે નવા વર્ષની શરૂઆત પણ કહી શકાય. નવી વાવણીની શરૂઆત પણ અમે હોળી પછી જ કરીએ છે. અમારી આ વર્ષે સિઝન કેવી રહેશે એ હોળી પરથી ખબર પડે છે. એટલે અમે હોળી ધામધૂમથી ઉજવીએ છે. ઘણી આશાઓ હોળીના તહેવાર સાથે જોડાયેલી છે. અમે ખૂબ ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરીએ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.