નાયલોન વેસ્ટમાંથી બનશે ટાયર:રાજપીપળામાં સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા ઐતિહાસીક પગલું; નાયલોન વેસ્ટને રીસાયકલ કરી ફેબ્રીક બનાવ્યું

નર્મદા (રાજપીપળા)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા :સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા માટેનું ઐતિહાસીક પગલું ભર્યું છે. કંપનીએ પોતાના નાયલોન વેસ્ટને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવ્યું જેને ઉમલ્લા કાળીયાપુરા ખાતેની રાજેશ્રી પોલીફીલ કંપની દ્વારા આજે કંમ્પનીના એમડી દ્વારા પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલવામાં આવ્યો હતો.
નાયલોન વેસ્ટનો ઉપયોગ ટાયર કંપનીમાં
પર્યાવરણને બચાવવા માટે હાલમાં આખુ વિશ્વ ચિંતન કરે છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતને કાર્બન મુક્ત બનાવવાનું બીડું ઝડપી મિશન લાઈફનો પ્રારંભ કર્યો છે. જેને લઈને અલગ-અલગ સ્તરે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટને રીસાયકલ કરી તેમાંથી ફેબ્રીક બનાવેલ છે. જેનો ઉપયોગ ટાયર કંપનીમાં કરવામાં આવશે. આ માટે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડના યુનિટ રાજશ્રી પોલીફિલ ઉમલ્લા ખાતે આ પ્રોડક્ટનું અનાવરણ સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર સુરેશ સોદાની દ્વારા કરવામાં આવ્યુ જેમની સાથે રાજશ્રી પોલીફિલ્સ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (એચ.આર. & એડમીન)ના સંજય અગ્રવાલ પણ જોડાયા હતા અને તેનો પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલવામાં આવ્યો હતો.

યાર્નના વેસ્ટ પર પ્રોસેસ કરી અમેફેબ્રિક્સ બનાવ્યું
આ બાબતે કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (એચઆર & એડમીન ) સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, સેન્ચ્યુરી એન્કાં લિમિટેડનું આદિત્ય બિરલા ગ્રુપમાં સમાવેશ થયો છે. અને આદિત્ય બિરલા ગ્રુપની સસ્ટેનેબિલિટી પોલીસી અંતર્ગત પણ પર્યાવરણના બચાવ માટે વિવિધ પગલાઓ લેવાય રહ્યા છે. જેના ભાગ રૂપે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ પર્યાવરણના બચાવ અને સંવર્ધનના કાર્યમાં સતત કાર્યશીલ છે. અમારી કંપનીએ કંપનીના યાર્નનો જે વેસ્ટ નીકળે છે તેને ફરીથી ઉપયોગમાં લઈને પ્રોસેસ કરીને અમેફેબ્રિક્સ બનાવ્યું છે.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પ્રોજેક્ટ સફળ બનાવ્યો
અત્યાર સુધીમાં અમે રો-મટીરીયલમાં કેપ્રોલેકેટમ વાપરતા હતા. હવે અમે આજ વસ્તુ વેસ્ટમાંથી બનાવીને ફરીથી એનો ઉપયોગ ફરીથી યાર્ન બનાવવામાં ઉપયોગ કરીશું. આમ અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે. મેં એપોલો ટાયર કંપનીને અમારી આ પ્રોડક્ટસ પસંદ આવી છે. અમારી પ્રોડક્ટ એપોલો ટાયરના રો-મટીરીયલ બનાવવામાં વપરાય છે. આજે અમે એપોલો ટાયર કંપનીને અમારી પ્રોડકટનો પહેલો જથ્થો રવાના કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...