રાજ્યના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ વિકાસના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તેમજ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે 388.63 લાખના ખર્ચે નવનિર્મિત થયેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનને રિબીન કાપી તક્તીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું.
મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ એકતાનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક નવાં રસ્તાઓ, નવા એસ. ટી. બસ ડેપોનુ નિર્માણ થતાં લોકો હવે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામોની સાથે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સમયસર અને ઝડપથી પહોંચી શકશે.
દિવાળીના તહેવાર કે ઉનાળાના વેકેશનમાં અલગથી એસ. ટી. બસની ટ્રીપો ગોઠવીને સુલભ સુવિધાઓ પુરી પાડી રહ્યાં હોવાની સાથે રાજ્યમાં દૈનિક સરેરાશ ૨૫ લાખ જેટલા મુસાફરો એસ.ટી દ્વારા મુસાફરી કરી રહ્યાં હોવાનું મંત્રીશ્રી મોદીએ ઉમેર્યું હતું. રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકો શાળાએ સરળતાથી પહોંચી શકે તે માટે ૨૯૫ જેટલાં ટ્રાયબલ વિસ્તારમાં 500 કરોડના ખર્ચે કોઝવે સ્ટ્રકચરનું નિર્માણ કરાશે.
કેવડીયા કોલોની ખાતે 388.63 લાખના ખર્ચે નવિન બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ 363.07 ચો.મી, એડમીન રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન,વોટર રૂમ (આર.ઓ.સહિત), પાર્સલ રૂમ, સ્ટોક કમ શોપ, ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ, શૌચાલય, ઇલેક્ટ્રીક રૂમ, સરક્યુલેશન વિસ્તારમાં સી.સી.ટ્રી-મીક્ષ ફ્લોરીંગ, રેસ્ટ રૂમ, ડોરમેટરી સહિતની આનુસંગિક અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇછે. 220 બસોનું આવાગમન સાથે અંદાજીત દૈનિક 11 હજારથી વધુ મુસાફરોને બસ સ્ટેશનનો લાભ મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.