તસ્કરોનો આંતક:કરજણ ડેમ પર ફરવા આવેલા પાલેજ ગામના મિત્રોની કારનાં કાચ તોડી સામાન અને રોકડની ચોરી

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમ તરફ ફરવા આવેલાં મિત્રોની કારના કાચ તોડી અજાણ્યા ઈસમોએ ચોરી કરી ફરાર થયા હતા. જેથી આ બાબતે રાજપીપળા પોલીસને જાણ કરાવામાં આવી હતી. પોલીસ તેમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલેજ ગામના અખતર હાર્દિક પટેલના જણાવ્યા મુજબ તેઓ તેમના અન્ય મિત્રો સાથે કરજણ ડેમ સાઈટ તરફ ફરવા આવ્યા હતા. ત્યાં કુદરતી નજારો જોઈ ફોટોગ્રાફી કરતા હતા. ત્યારે તેમની કાર GJ.16 DN.6269 અને GJ.16.BK.2343 ગાડીનાં કાચ કોઈ અજાણ્યા ઈસમો એ તોડી નાંખી અંદર મુકેલી રોકડ રકમ, કપડાં અને ઓરિજીનલ ડોક્યુમેન્ટ સહિતનો સામાન ચોરી કરી લઇ જતા અમે આ બાબતે રાજપીપળા પોલીસમાં જાણ કરી છે. પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...