• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Called The Medical Officer And Said; I Am A TDO, Why Is There No Doctor In Front Of Me, I Will Kill Myself, I Don't Even See Any Law.

ડેડીયાપાડા ટી.ડી.ઓની દાદાગીરી:મેડિકલ ઓફિસરને ફોન કરી કહ્યું; હું ટી.ડી.ઓ છું, સામે ડોકટર જ કેમ ન હોય હું જાનથી મારી પણ નાખું, હું કોઈ કાયદો પણ જોતો નથી

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાટરના પી.આઈને સસ્પેન્ડેડ એ.એસ.આઇએ ધમકી આપી હોવાની ઘટના હજી તાજી જ છે. ત્યારે ડેડીયાપાડા ટી.ડી.ઓએ મોઝદા સી.એચ.સીના મેડિકલ ઓફિસરને ફોન પર મારી નાખવાની ધમકી આપી હોવાની એક ઘટના સામે આવી છે. આ મામલે મેડિકલ ઓફિસરે ટી.ડી.ઓ વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ આ ઘટના અંગે ખુલાસો કરતા ટી.ડી.ઓએ જણાવ્યું કે, ડોક્ટર કોઈ રિસ્પોન્સ આપતા નહોંતા, મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે. મેં ઉશ્કેરાટમાં એમને અપશબ્દો બોલી દીધા હશે, મારે એમની સાથે કોઈ અંગત અદાવત નથી.

ફોન પર પોતાની ઓળખાણ ટી.ડી.ઓ તરીકે આપી
ડેડીયાપાડાના મોઝદા સી.એચ.સીના મેડિકલ ઓફિસર ડો. ચિરાગ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ તેઓને નોકરી પર રજા હોવાથી વડોદરા હતા, ત્યારે એક નંબર પરથી ફોન આવ્યો હતો. તેમણે પોતાની ઓળખાણ ડેડીયાપાડા ટી.ડી.ઓ તરીકે આપી હતી. 12મી તારીખે એક વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, ત્યારે ડો.ચિરાગ વસાવાએ પી.એમ. કરી વિશેરાના સેમ્પલ એફ.એસ.એલમાં મોકલ્યા હતા. ફોન પર ડેડીયાપાડા ટી.ડી.ઓએ ડોકટરને જણાવ્યું કે, તમે વિશેરાના સેમ્પલ એફ.એસ.એલમાં કેમ મોકલ્યા, પી.એમ રિપોર્ટ એફ.એસ.એલ વિશેરાના સેમ્પલ મોકલ્યા વગર સાદો ડુબી જવાથી મૃત્યુ થયું છે એવું બતાવી દેવાનું કહ્યું.

સાદો પી.એમ. રિપોર્ટ બનાવી દેવા મારી પર દબાણ કર્યુંઃ ડો. વસાવા
​​​​​​​
ઉલ્લેખનીય છે કે વિશેરા સેમ્પલ એફ.એસ.એલમાં મોકલવાએ ડોકટરની ફરજમાં આવે છે. ડો. ચિરાગ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે. ટી.ડી.ઓએ મને પી.એમના વિશેરા સેમ્પલ એફ.એસ.એલમાં મોકલ્યા વગર સીધો સાદો પી.એમ. રિપોર્ટ બનાવી દેવા મારી પર દબાણ કર્યું હતું. સાથે સાથે ટી.ડી.ઓએ પોતાના હોદ્દાનો રોફ બતાવી મને ધમકી આપતા કહ્યું કે, હું ટી.ડી.ઓ છું, સામે ડોકટર પણ કેમ ન હોય હું જાનથી મારી પણ નાખું હું કોઈ કાયદો પણ જોતો નથી.

પી.એમ. રિપોર્ટ સાદો બનાવવા કોઈ દબાણ કર્યું નથીઃ ટી.ડી.ઓ
આ બાબતે ડેડીયાપાડા ટી.ડી.ઓએ જણાવ્યું હતું કે, 12 તારીખે બનેલી ઘટના બાબતે ડોક્ટર કોઈ રિસ્પોન્સ આપતા નહોંતા, મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે. જો સહાય મળવા પાત્ર હોય તો એ પણ આપવાની હતી, એટલે મે ઉશ્કેરાટમાં એમને અપશબ્દો બોલી દીધા હશે. મારે એમની સાથે કોઈ અંગત અદાવત નથી અને મેં પી.એમ રિપોર્ટ વિશેરા સેમ્પલ મોકલ્યા વગર સીધો સાદો બનાવવા માટે કોઈ દબાણ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...