પશુપાલન:દિવસમાં 2 લિટર દૂધ આપતી સુરતી બકરીઓનું સંવર્ધન જરૂરી

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેડિયાપાડા તાલુકામાં એકમાત્ર બકરા ઉછેર કેન્દ્ર કાર્યરત

આદિવાસી સમાજ મુખ્યત્વે વન્ય પેદાશો અને પ્રાણીઓ ઉપર નિર્ભર છે ત્યારે રોજનું 2 લિટર દુધ આપતી સુરતી બકરીઓનું સંવર્ધન કરવું જરૂરી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં સુરતી બકરા-બકરીઓ માટે સંવર્ધન કેન્દ્ર કાર્યરત છે.

દેડીયાપાડા ખાતે સુરતી બકરા સંવર્ધન એકમ આવેલું છે. જેને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.પ્રમોદકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહયું છે.જેમાં બકરાઓના આદર્શ રહેઠાણ માટેની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.પશુ વિજ્ઞાનક્ષેત્રના વૈજ્ઞાનિકધર્મેશ બીન્સરાએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું છે કે અહીં ઉત્તમ બકરાપાલન કેવી રીતે કરી શકાય અને ગ્રામ્ય સ્તરે રોજગારી કેવી રીતે મળી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

આ વિસ્તારના ગામડાઓમાં સુરતી બકરાનો વધારામાં વધારે ખેડૂતો ઉપયોગ કરે તેવા પ્રયાસો કરાય રહયાં છે. અહી સાત જેટલા બકરાના યુનિટ છે.જ્યાં એનું સંવર્ધન કરવામાં આવે છે.સારી જાતની ઓલાદો તૈયાર કરવામાં આવે છે. અને એનો ફેલાવો સમગ્ર જિલ્લામાં કરવામાં આવે છે. જેથી ગામડા સ્તરે જે લોકો બકરા પાલન કરી રહ્યા છે તેમની ઓલાદ અને જાતોમાં સુધારો કરી શકાય છે. સુરતી બકરીઓ એક દિવસમાં 2 લિટર જેટલું દુધ આપી શકે છે. આદિવાસી પરિવારો મોટાભાગે બકરા અને બકરીઓના પશુપાલન પર નિર્ભર હોવાથી તંત્ર સતત પ્રયાસશીલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...