નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામેં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ માં બેદી ધડાકાને ને કારણે લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે. રાત્રીના પૃથ્વીના પેટાળમાં ધડાકા થતા આખું ગામ ધ્રુજી ઉઠતું અને મકાનો પણ ધ્રુજતા એટલે આખું ગામ ઝબકીને જાગી જતા અને ઘરની બહાર નીકળી આખી રાત જાગતા આવું છેલ્લા મહિનાથી થાય છે
જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જાણ કરતા ગાંધીનગર ના (ISR) ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર વિભાગના અધિકારીઓ ની ટીમ ગામમાં પહોંચી જેમાં ગણપતસિંહ પરમાર અને ડો.તરુણ સોલંકી સહીત ની ટીમો બોરીદ્રા ગામે આવી ને આ ભેદી ધડાકાના કારણોની તપાસ કરી રહી છે.
ગામના જયંતી વસાવા ના ઘરમાં સીસોમોલોજી યંત્ર ગોઠવવામાં આવ્યું અને ભૂકંપને માપવાની શરૂઆત કરવામાં આવી. સિસમોલોજી યંત્ર મુકાયા બાદ ગાંધીનગર કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યું છે.અને હજુ પણ આંચકા નોંધાય છે.
બોરિદ્રા ગામે ગત રાત્રીના 4.3 ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો આવ્યો જોકે ગાંધીનગર ના ભૂસ્તર શાસ્ત્રીઓ એ જણાવ્યું હતું કે તીવ્રતા અને ધ્રુજારી ઓછી હોય નુકસાની થશે નહીં ચિંતાનો કોઈ બાબત નથી.આ ની ચકાસણી 6 મહિના સુધી ચાલશે અને ગ્રામજનો ને પણ સામાન્ય ભૂકંપ હોવાની વાત કરી ભય મુક્ત કર્યા હતા. આ તમામ ગામો કરજણ ડેમથી 20 થી 30 કીમીના અંતરે આવેલાં ગામડાઓ છે. આ ગામડાઓમાં લોકોને હાલ રાતના ઉજાગરા થઇ રહયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.