મનસુખ વસાવાએ કાર્યકરો પર ગુસ્સો ઠાલવ્યો:ભાજપની ગૌરવ યાત્રા ડેડીયાપાડા થઈ નાંદોદ પહોંચી; સાંસદે કહ્યું, "ભાજપ એક સંસ્કારવાળી પાર્ટી છે, અશિસ્ત હું નહિ ચલાવી લઉ"

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

ભાજપની ભરોસાની સરકારમાં જન જને મુકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ગૌરવ યાત્રા સાથે પ્રવેશતાં તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. રાજપીપળાના દોલત બજારમાં જાહેરસભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય ટ્રાઇબલ મંત્રી રેણુકા શિંગે જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશ તેમજ દુનિયામાં લોક ચાહના મેળવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે. સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. વિરોધીઓ પાસે કોઈ મુદ્દા નહિ હોવાથી તેઓ હતાશ, નિરાશ થઈ ગયા છે અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે અને ગુજરાતની જનતા ને ભાજપ અને મોદી પર વિશ્વાસ છે.

2022માં ગુજરાતમાં ભાજપની જ જીત થશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસ મોદીએ કર્યો છે અને ગુજરાતમાં કેજરીવાલનું કાંઈ ચાલવાનું નથી. કારણ કે જે કેજરીવાલે જે મોદીના માતાજી ના નામે જે કહ્યુ છે, તેના કારણે ગુજરાતની જનતા રોષે ભરાઈ છે. જેને લઇને ગુજરાતની જનતા કેજરીવાલને ચૂંટણીમાં જવાબ આપશે. જે અંબાજીથી ઉમરગામ માટે ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે, તેના કારણે આજે આદિવાસીઓ ભાજપ સાથે રહેશે. તે દેશના એક આદિવાસી રાષ્ટ્પતિ તરીકે લાવ્યા છે. જેને લઈ દેશના આદિવાસીઓમાં ગર્વ છે, જેના કારણે આદિવાસીઓ ભાજપને વોટ આપશે. છત્તીસગઢમાં જે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ રાખી એમને જીતાડ્યા. તે લોકો પસ્તાઈ રહ્યા છે. પરંતુ જ્યાં કૉંગેસ સરકાર છે, ત્યાં 2023માં હવે નહીં આવે. જેના કારણે આજે ગુજરાતમાં પણ ભાજપની જ જીત થશે.

આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપમાં ડબલ એન્જીનની સરકારે આદિવાસીઓ માટે કામો કર્યા છે. તેને આદિવાસીઓ જાણે છે, જેને લઈને અંબાજીથી ઉમરગામ સુધી અમારા આદિવાસીઓ ભાજપને જ સ્વીકારશે.

મનસુખ વસાવાએ કાર્યકરો પર ગુસ્સો ઠાલવ્યો
આ ગૌરવ યાત્રાની જાહેરસભાના મંચ પરથી સાંસદ મનસુખ વસાવા તેમના ભાષણમાં પાર્ટીના કાર્યકરો પર ગુસ્સે ભરાયા હતા. પાર્ટી જેને ટિકિટ આપે તેને કાર્યકરે નક્કી નથી કરવાનું કે કોને ટિકિટ આપવાની છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે મેં પાર્ટીમાં તેલ રેડ્યું છે, કોંગ્રેસીઓએ મારા માથાં પણ ફોડ્યા હતા, ત્યારે અહીં સુધી પહોંચ્યો છું. ભાજપ એક સંસ્કારવાળી પાર્ટી છે. અશિસ્ત હું નહિ ચલાવી લઉ. જેને રહેવું હોય તે રહે, ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી છે. કોંગ્રેસ, બીટીપી કે આપ નથી. કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. ખોટા લોકો પાર્ટીને નુકશાન કરે એ નહિ ચાલે. ઝઘડિયા, નાંદોદ અને ડેડીયાપાડા ત્રણેય બેઠક ભાજપ જ જીતવાનું છે.

અન્ય સમાચારો પણ છે...